રાજકોટમાં ડિસેમ્બરથી એઈમ્સની ઓપીડી શરૂ કરવા તૈયારી, 1 વર્ષમાં ઈન્ડોર ટ્રીટમેન્ટ

  • May 27, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 15 દિવસમાં ભરતીની પ્રક્રિયા કરાશે: એઈમ્સના મુખ્ય નિર્દેશક સીડીએસ કટોચે આપી માહિતી: આગામી 15 દિવસમાં વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર સહિતના સ્ટાફની ભરતી કરાશે

 


રાજકોટ નજીક રૂા. 1195 કરોડના ખર્ચે નિમર્ણિ પામી રહેલી ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માં આગામી ડિસેમ્બર મહિનામાં જ ઓપીડી વિભાગ શરૂ કરી દેવામાં આવનાર છે અને વર્ષ 2022ના જુન-જુલાઈ મહિનામાં ઈન્ડોર સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે આ માટેની તૈયારીઓ અત્યારે પુર જોશમાં ચાલી રહી છે તેમ નવનિયુકત એઈમ્સના મુખ્ય ડાયરેકટર સીડીએસ કટોચે જણાવ્યું હતું.

 


201 એકર જમીનમાં ગુજરાતની પ્રથમ એઈમ્સને હવે સાકાર થવામાં માત્ર હવે 6 મહિના જેટલો સમય છે એઈમ્સ બનતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 1.65 કરોડ લોકોને સસ્તી સારવાર મળશે એઈમ્સ માટે કેન્દ્ર સરકારે બે ટોચના અધિકારીઓની નિમણૂંક પણ કરી દિધી છે આ બન્ને અધિકારીઓ રાત-દિવસ એઈમ્સ સમયસર શરૂ થઈ જાય તે રીતનું પ્લાનીંગ કરી રહ્યા છે.

 


કોરોનાના કપરા કાળ વચ્ચે એઈમ્સમાં ઓપીડી શરૂ થતા સૌરાષ્ટ્રના કરોડો લોકોને ફાયદાકારક છે અને તે પછીના ટુક સમયમાં જ એઈમ્સમાં ઈન્ડોર સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે.

 


સીડીએસ કટોચે વધુમાં જણાવ્યું હતું કે આગામી 10થી15 દીવસમાં જ એઈમ્સના વિવિધ ફેકલ્ટીઓના સ્ટાફ અને પ્રોફેસરની ભરતી કરવામાં આવનાર છે ભરતી પ્રક્રિયા માટે વહીવટી મંજુરી મળી ગઈ છે અને એકાદ સપ્તાહ પછી ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. એઈમ્સના મુખ્ય ડાયરેકટર કટોચે વધુમાં કહ્યું હતું કે એઈમ્સનું પાંચ બિલ્ડીગનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે લોકડાઉનના કારણે બાંધકામની ગતિ ધીમી પડી ગઈ છે આમ છતા બિલ્ડીગને સમયમયર્દિામાં પૂર્ણ કરવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવશે.

 


31 ડિસેમ્બરે વડાપ્રધાને ઈ-ભૂમિપુજન કર્યતું  ગત 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ભૂમિપુજન કર્યું હતું તેના એક વર્ષમાં જ એઈમ્સ શરૂ થઈ જતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દર્દીઓને મેડીકલ સારવારનો લાભ મળશે એઈમ્સ વર્ષ 2023માં પૂર્ણ થનાર છે પરતું તે પહેલા બાંધકામ કરી 22 ઓકટોમ્બરે શરૂ કરી દેવાની વિચારણા ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS