મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ

  • April 21, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંડળની બેઠકમાં થઇ ચર્ચા હાલના નિયંત્રણો કારગર નથી નીવડ્યા



દેશભરમાં જોવા મળતી કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્ર ખૂબ જ ગંભીરપણે સપડાયેલું છે. સરકારે બ્રેક ધ ચેઈન હેઠળ ઘણાં પ્રતિબંધો લાગુ પાડ્યા હોવા છતાં કોરોનાના કેસમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નહીં નોંધાયો હોવાથી ફરી કડક લોકડાઉન લાગુ પાડવામાં આવે તેવી પૂરી શક્યતા છે અને આ અંગે આજે-મુખ્ય પ્રધાન જાહેરાત કરશે, તેમ કેબિનેટ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

 


મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી અને તમામ પ્રધાનોએ એકસૂરે સખત લોકડાઉનની માગણી કરી હતી. રાજ્યના દરેક ખૂણામાં કોરોનાના કેસ વધતા જાય છે અને આરોગ્યની સુવિધાઓ ઓછી પડી રહી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સખત લોકડાઉનની જરૂર જણાતી હોવાનું તમામ પ્રધાનોએ જણાવ્યું હતું. આજે આ અંગે મુખ્ય પ્રધાન જાહેરાત કરશે. સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આજે રાત્રે આઠ વાગ્યાથી જ લોકડાઉન લાગુ પાડવામાં આવે, તેવી સંભાવના છે.

 


રાજયમાં ઘણાં લાંબા સમયથી કોરોનાના કેસ 50,000થી વધારે નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ ન મળવા, દવાઓ, ઑક્સિજન વગેરેની અછત વતર્ઈિ રહી છે ત્યારે કેસમાં ઘટાડો થવો અતિ આવશ્યક છે. 14મી એપ્રિલથી રાજય સરકારે સંચારબંધી લાગુ પાડી હતી, પરંતુ ધાર્યું પરિણામ આવી શક્યું નથી. આથી એક માત્ર ઉપાય તરીકે લોકડાઉન લાદવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS