દેશમાં ટ્રાફિક નિયમન માટે સખત પગલાંની તૈયારી

  • February 27, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દેશના હાઈવે અને શહેરી ટ્રાફિકની દુનિયામાં ડિજિટલ યુગનો પ્રારંભ કરાવવા આગળ વધી રહી છે અને સાથોસાથ તમામ રાજ્ય સરકારોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓને હાઇટેક બનાવવા માટેનો એક વિસ્તૃત અને અદ્યતન રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 

 

આ નવી યોજના હેઠળ ટ્રાફિક પોલીસ તેમજ પરિવહન અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લગાવવામાં આવશે અને સરકારના આ પગલાથી ટ્રાફિક નિયમ તોડનારા લોકોના ગળામાં ગાળિયો આવશે અને આપોઆપ તેઓ કાયદાની જાળમાં આવી જશે. ટ્રાફિક પોલીસની રોકડી કરી લેવાની જૂની લીલા પણ બંધ થઈ જશે.

 


સરકારના અંતરંગ વર્તુળોએ મીડિયાને એવી માહિતી આપી છે કે તમામ રાજ્ય સરકારોની પોલીસ તેમજ પરિવહન અધિકારીઓને હાઇટેક બનાવવા માટે તેમના વાહનો ના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા તેમજ હાઇવે જંક્શન પર સ્પીડ કેમેરા વગેરે જેવા ડિજિટલ ઉપકરણો લગાવવામાં આવશે.

 


આ ઉપરાંત બોડી કેમેરાની ઓડિયો વીડિયો રેકોર્ડિંગ અદાલતમાં પુરાવા તરીકે પણ રજૂ કરવામાં આવશે અને આમ થવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઇવે પર લોકો પાસેથી રોકડી કરી લેતા ભ્રષ્ટ અધિકારીઓ પર લગામ આવશે તેમ સરકાર માને છે.

 

 


માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 25મી ફેબ્રુઆરીના રોજ માર્ગ સુરક્ષા પ્રબંધન ની દેખરેખ અને અન્ય બાબતો અંગે નો મુસદો જારી કરી દેવામાં આવ્યો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી છે કે ટ્રાફિક પોઇન્ટ પર રેડ સિગ્નલ ને ઈરાદાપૂર્વક પાર કરી જવા તેમજ ઓવર સ્પીડ અને ખોટી જગ્યાએ પાર્કિંગ એજ રીતે બેલ્ટ હેલમેટ ન પહેરવાની અને ચાલુ વાહન પર મોબાઇલ ફોન દ્વારા વાતચીત કરવી વગેરે જેવા નિયમો તોડનારા લોકો ની ઓડિયો વીડિયો રેકોર્ડિંગ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

 


આવી સ્થિતિમાં નિયમ તોડનારા લોકો અદાલતમાં પોતાનો ગુનો નો એકરાર આસાનીથી કરી શકશે અને તેઓના પાડી શકશે નહીં કેજરી ટ્રાફિક પોલીસમેન પણ વાહન ચાલકોને બિનજરૂરી રીતે હેરાન-પરેશાન કરી શકશે નહીં. રોકડી કરીને નિયમ તોડનારા ને જવાબ દેવાની ટ્રાફિક પોલીસની વર્ષોજૂની લીલા બંધ થઈ જવાનો સરકારને વિશ્વાસ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS