રાજકોટ જિલ્લામાં આવતીકાલથી સર્ગભા મહિલાઓને રસી અપાશે

  • July 21, 2021 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે સરકાર તરફથી અનેક પહેલ હાથ ધરવામાં આવી છે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાગરિકોમાં વધુને વધુ Herd Immunity વિકસી રહે તે માટે ભારત સરકારે સગર્ભા મહિલાઓને પણ  વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત આવતીકાલ એટલે ગુરૂવારથી રાજકોટ જિલ્લામાં સર્ગભા મહિલાઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવશે.  
    

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકામાં આશરે 20 હજાર સગર્ભા મહિલાઓ છે,  જેમને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે. તેથી શહેર તેમજ ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારની મહિલાઓને પણ કોરોના સામે રક્ષા કવચ મળે તે જરૂરી છે.

 

આ આયોજનના ભાગરૂપે વધુને વધુ સગર્ભા બહેનોને રસીકરણ પ્રક્રિયા હેઠળ આવરી લેવાના પ્રયાસો કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS