પહેલા પેટ ફાડ્યું, પછી સગર્ભા માતાને ગોળી મારી, 20 બાળકોને જીવતા સળગાવ્યા... હમાસની ક્રૂરતા સાંભળી રડી જશો!

  • October 12, 2023 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની બર્બરતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં એવી નિર્દયતા દર્શાવી કે તે કોઈપણની રૂંહ ધ્રુજાવી આપશે. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ છોડ્યા ન હતા. ઘણા નિર્દોષ ઇઝરાયેલી બાળકોના શિરચ્છેદ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.


હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલા દરમિયાન કરવામાં આવેલ અત્યાચાર સાંભળીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. પછી વિચારો કે જેમની સાથે આવું થયું તેમને કેવું લાગ્યું હશે. ઑક્ટોબર 7ના રોજ ઇઝરાયેલ પરના હુમલા દરમિયાન હમાસને એ વાતની પરવા નહોતી કે સામેની વ્યક્તિ બાળક છે, વૃદ્ધ છે, વિકલાંગ છે, સ્ત્રી છે કે પુરુષ છે. તેના માટે દરેક મનુષ્ય માત્ર ઇઝરાયલી અને યહૂદી હતા, જેમને મારી નાખવું તેના માટે મેડલથી ઓછું ન હતું. જે પણ હમાસના આતંકવાદીઓની સામે આવ્યા, તેઓને તેમણે મારી નાખ્યા. ઇઝરાયલી નાગરિકો હત્યા માત્ર ગોળીઓથી કરવામાં આવી ન હતી. હકીકતમાં, ઘણી હત્યાઓમાં ચાકુ અને આગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી તેમની ક્રૂરતાનો પડઘો દુનિયામાં સંભળાય. હવે હુમલાના છ દિવસ બાદ ઇઝરાયેલમાં હમાસ દ્વારા ક્રૂરતાના આવા કૃત્યો પ્રકાશમાં આવ્યા છે જે સમગ્ર માનવજાત માટે કલંકથી ઓછું નથી.


સગર્ભા મહિલાનું પેટ ફાડ્યુ, ભ્રૂણને મરવા માટે છોડી દીધું

ઇઝરાયેલની ન્યૂઝ ચેનલ i24 ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલની સ્વયંસેવક સિવિલ ઇમરજન્સી સર્વિસ જકાના કમાન્ડર યોસી લૈંડોએ જણાવ્યું કે એક ઘરની તલાશી દરમિયાન અમે એક ગર્ભવતી મહિલાને જમીન પર પડેલી જોઈ. અમે મહિલાને ફેરવી તો તેનું પેટ ખુલ્લું હતું. નાળ સાથે અજાત બાળક જોડાયેલું હતું, જેના પર છરીથી વાર કરવામાં આવ્યો હતો. અને માતાના માથા પર ગોળી મારવામાં આવી હતી.


માતા-પિતા અને બાળકોના હાથ બાંધીને જીવતા સળગાવ્યા

યોસી લેન્ડોએ જણાવ્યું હતું કે, એક અન્ય ઘટનામાં બે માતાપિતાના હાથ તેમની પીઠ પાછળ બાંધેલા હતા. તેની સામે બે નાના બાળકો હતા, તેમના હાથ પણ પીઠ પાછળ બાંધેલા હતા. તેમાંથી તમામને સળગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે માતા-પિતા અને બાળકો સળગી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓ બેસીને ભોજન કરી રહ્યા હતા.


માતા અને બાળકને એક ગોળીથી માર્યા, 20 બાળકોને સળગાવી દિધા 

એક અન્ય ઘટનાની વાત કરતા જકા દક્ષિણના કમાન્ડર યોસી લેન્ડોએ જણાવ્યું હતું કે મે એક માતાને તેના બાળકને પકડેલો જોયો હતો. એક ગોળીથી માતા અને બાળકને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે 20 બાળકોને પીઠ પાછળ હાથ બાંધેલી હાલતમાં જોયા હતા અને તેમને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેઓને એકસાથે સળગાવી દેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application