ચોમાસાની ઋતુમાં આટલું ધ્યાન રાખો અને બીમારી સામે રક્ષણ મેળવો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ચોમાસાની ઋતુમાં દરેક વ્યક્તિને એવું લાગે છે કે આ ઋતુ તેની સાથે ઘણી બધી બીમારીઓ લઈને આવે છે. આ ઋતુમાં સંક્રમણ ઘણી ઝડપથી ફેલાતું હોય છે. આ માટે આ સમયે ખાનપાન થી લઇ અને જીવનશૈલી સુધીની તમામ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે ચાલો જાણીએ કે ચોમાસાની ઋતુમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

 

ચોમાસાની ઋતુમાં તમારા ખોરાકમાં એવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય. બ્રોકલી, ગાજર, હળદર,લસણ અને આદુને પોતાના ખોરાકમાં સમાવેશ કરો. ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. આદુ અને લસણ માં એન્ટી બેક્ટેરિયલ તત્વ મળી આવે છે જે શ્વાસ શરદી અને કફ જેવી સમસ્યાઓ દૂર કરે છે.

 

આ ઋતુમા બહારનો ખોરાક બિલકુલ લેવો જોઈએ નહીં. આ સિવાય વધારે સમય કાપીને રાખવામાં આવેલા ફળ અને શાકભાજી પણ આરોગવા જોઈએ નહીં, કારણ કે તેમાં બેક્ટેરિયા રહેવાનો ખતરો વધી જતો હોય છે.


કાચા કે પાકા ખોરાક ખાવાથી બચો. ચોમાસા દરમિયાન જંકફૂડ બિલકુલ ન ખાવું કારણ કે તેનાથી બીમાર થવાની સંભાવના વધી જતી હોય છે.


ચોમાસાની ઋતુમાં ઘણા લોકો મલેરિયાથી પીડી થઈ જાય છે આ માટે આ ઋતુમાં મચ્છરોથી બચીને રહેવું જોઈએ.

 

 ગંદા પાણીથી બચો અને ઘરની આસપાસ કચરો જમા થવા દો નહીં આ સિવાય આ ઋતુમાં આખી બાય ના કપડા પહેરવા જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS