યામી ગૌતમ સાથે ફિલ્મમાં જોવા મળશે પ્રતીક ગાંધી

  • July 21, 2021 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2016માં ચર્ચા હતી કે ફિલ્મમેકર આદિત્ય ધર 'રાત બાકી' ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન જોવા મળશે. જો કે, ભારત તથા પાકિસ્તાનના બગડતા સંબંધોને કારણે આ ફિલ્મ બની શકી નહીં. હવે આદિત્ય ધર કલાકારો બદલીને બીજીવાર ફિલ્મ ફ્લોર પર લઈ જવાની તૈયારીમાં છે.

પરંતુ હવે ફરીથી આ ફિલ્મ પર કામ શરુ થયું છે. હવે આદિત્ય આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ચર્ચા છે કે ફિલ્મમાં પ્રતીક ગાંધી અને યામી ગૌતમને લેવામાં આવશે. આદિત્ય માટે આ ફિલ્મ ઘણી જ મહત્ત્વની છે. આ ફિલ્મને તે રોની સ્ક્રૂવાલા સાથે મળીને પ્રોડ્યૂસ કરશે. ફિલ્મને કોણ ડિરેક્ટ કરશે, તેનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

ચર્ચા એવી છે કે ફિલ્મની સ્ટાર કાસ્ટ બદલતા હવે ફિલ્મનું ટાઇટલ પણ ચેન્જ કરવામાં આવશે. ફિલ્મની કાસ્ટ  અને ટાઈટલની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં આદિત્ય અપકમિંગ ફિલ્મ 'અશ્વત્થામા'માં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી થયા બાદ આદિત્ય 'રાત બાકી' પર ફોકસ કરશે. હાલમાં જ આદિત્યે યામી ગૌતમ સાથે લગ્ન કર્યાં હતાં.

પ્રતીક ગાંધી 'સ્કેમ 1992'ને કારણે દેશભરમાં લોકપ્રિય થયો છે. પ્રતીક પાસે હાલમાં 'રાવણ લીલા', 'અતિથી ભૂતો ભવ' તથા 'વો લડકી હૈ કૌન' જેવી હિંદી ફિલ્મ છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application