'રાવણ લીલા'માં પ્રતીક ગાંધી જોવા મળશે દમદાર અંદાજમાં, આ કારણથી ફિલ્મ ફસાઈ શકે છે વિવાદમાં !

  • September 10, 2021 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેબસિરીઝ સ્કેમ 1992થી પ્રતીક ગાંધીની લોકચાહના વધી ગઈ છે. પ્રતીકને સ્કેમમાં તેના અભિનયને લઈ ઘણી પ્રશંસા મળી હતી. હાલ હવે અભિનેતાની ફિલ્મ રાવણ લીલાનું ટ્રેલર બહાર આવ્યું છે. ટ્રેલર આવતાની સાથે જ પ્રતીક ગાંધીનો ચાહક વર્ગ એક અલગ જુસ્સા માં જોવા મળ્યો છે.  પ્રતીકની આ ફિલ્મની લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી. તેના ચાહકો પણ રાવણ લીલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાવણ લીલાનું ટ્રેલર પેન ઈન્ડિયાએ તેના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યું છે. 

 

ફિલ્મનું ટ્રેલર કેવું ? 

 

પ્રતીક ગાંધી સાથે, અભિનેત્રી ઈન્દ્રિતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી, કૃષ્ણા બિષ્ટ જેવા ઘણા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રતીક ગાંધી આમાં રોમેન્ટિક સ્ટાઈલમાં જોવા મળશે. જે ચાહકોને ખુબ પસંદ આવશે.

 

ફિલ્મ રાવણ લીલાના ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક અલગ પ્રકારની પ્રેમ કહાની કહેવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે તે ગુજરાત પર કેન્દ્રિત છે, જેમાં રાવણ અને સીતાની ભૂમિકા ભજવનાર પ્રતીક અને ઈન્દ્રિતા વચ્ચે રોમાંસ દર્શાવ્યો છે, જેનો ગ્રામજનો વિરોધ કરે છે.

 

 

આ કારણથી ફિલ્મ ફસાઈ શકે છે વિવાદમાં ?

 

ટ્રેલરના અંતે રાવણ અને રામનું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. તેમાં રાવણ રામને પૂછે છે કે, 'તમે અમારી બહેનનું નાક કાપી નાંખ્યું, અમે તમારી સ્ત્રીનું અપહરણ કર્યું. તમે અમારી લંકા સળગાવી અમારા ભાઈઓ મરી   ગયા. અને આખરે અમે જ બદનામ એવું કેમ ? ત્યાર આના પર રામ બનેલો એક કલાકાર જવાબ આપે છે કે, 'કારણકે અમે ભગવાન છીએ.'

 

જોકે ટ્રેલર પરથી લાગે છે કે આ અંગે વિવાદ થઈ શકે છે. આ ફિલ્મ આ વર્ષે 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ રાવણ લીલાનું નિર્દેશન હાર્દિક ગજ્જરે કર્યું છે. પ્રતીક ગાંધી ગુજરાતી સિનેમાનો ચમકતો તારો છે રાવન લીલા (ભવાઈ) તેમની પ્રથમ હિન્દી ફિલ્મ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS