સાંસદ સાથે જોડાયેલી અન્ય મહિલાઓના ચરિત્ર પર પણ સવાલ ઉઠાવાનું શરૂ થયું : ફરિયાદ કરનાર મહિલા અને તેનો પરિવાર રાતોરાત થયા ગુમ
કર્ણાટકમાં જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલની તપાસ ચાલુ છે. ત્યાંરે અહેવાલ છે કે રેવન્ના દ્વારા કથિત રીતે નિર્દયતાનો ભોગ બનેલી ઘણી સ્ત્રીઓ તેમના ઘર છોડીને ગુમ થઈ ગઈ છે. વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ હાસન જિલ્લાની ઘણી મહિલાઓએ ઘર છોડી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમના પતિઓએ સાંસદ સાથે જોડાયેલી અન્ય મહિલાઓના ચરિત્ર પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
હાસનને જનતા દળ (સેક્યુલર)ના વડા એચડી દેવગૌડાનો ગઢ માનવામાં આવે છે. પ્રજ્વલ તેમનો પૌત્ર છે અને ફરીથી ચૂંટણી પણ લડી રહ્યો છે. ગામના એક દુકાનદારે કહ્યું, 'આખો જિલ્લો એચડી રેવન્નાના નિયંત્રણમાં છે. તમે તેમના વિરુદ્ધમાં બોલશો તો મામલો તેમના સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે તેમના પરિવાર અને પક્ષના ઘણા સમર્થકો છે. જે મહિલાની ફરિયાદના આધારે 28 એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવી હતી, તે મહિલા અને તેનો પરિવાર ગુમ થઈ ગયા છે. એક પાડોશીએ કહ્યું કે, 'મહિલા રેવન્નાના ઘરે કામ કરતી હતી. તેના કેટલાક વીડિયો વાયરલ થવા લાગ્યા અને ત્યારબાદ તેના ઘરને તાળું મારેલું જોવા મળ્યું. તેઓ ક્યારે ગયા તે વિષે અમને કોઈ જાણ નથી.
પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના ગામમાં પણ આવી જ સ્થિતિ છે જેણે પ્રજ્વલ સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. એક સ્થાનિક જેડીએસનેતાએ કહ્યું, 'અમે જોયું કે પાર્ટીની મહિલાઓ પ્રજ્વલ સાથેના ફોટા ડિલીટ કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, પુરુષો તેમની પત્નીઓને સાંસદ સાથેના તેમના સંબંધો વિશે પૂછી રહ્યા છે, જેના કારણે જિલ્લાની અનેક મહિલાઓનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. વીડિયો વાઈરલ થયા બાદ ઘણી મહિલાઓની ઓળખ સામે આવી છે, જેના કારણે ઘણી મહિલાઓ ગામ છોડીને નાસી ગઈ છે. અહેવાલ અનુસાર, જ્યારે એસઆઇટી રેવન્નાના ઘરે પહોંચી તો બહાર એકઠા થયેલા પાર્ટી કાર્યકર્તાઓ મહિલાઓ વિશે વાત કરતા હતા. રિપોર્ટ અનુસાર એક વ્યક્તિએ કહ્યું, 'હું આ મહિલાને ઓળખું છું. તે અમારા ઘરની નજીક રહે છે અને જેડીએસની પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતી. તેના ઘર હાલ તાળું છે.’
એક સ્થાનિકે કહ્યું કે, મહિલાઓના ચહેરાને ખુલ્લા પાડવા એ બહુ ખોટું છે. હું તેમાંથી કેટલીક સ્ત્રીઓને જાણું છું અને હાલ તેઓ છુપાઈ ગયા છે. અમને ખબર નથી કે તેઓ હવે ક્યારે પાછા આવશે. તેમણે કહ્યું કે આ પરિવારો કેસ દાખલ કરવા માંગતા નથી કારણ કે રેવન્ના પરિવાર સામે કેસ લડવો અને ગામમાં રહેવું અશક્ય છે.' પરિવારનું હાસનમાં મોટું ફાર્મહાઉસ પણ છે, જ્યાં એસઆઈટીની ટીમ પહોંચી હતી. રિપોર્ટમાં એક પોલીસ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ ઘણી વખત ફાર્મહાઉસમાં જતો હતો, જ્યાં કથિત રીતે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એક કર્મચારીએ કહ્યું, 'પ્રજ્વાલ અહીં મિત્રો સાથે અને પાર્ટીઓમાં આવતો હતો, પરંતુ અમને બીજું કંઈ ખબર નથી.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2' મુદે હરિયાણામાં હંગામો, પ્રતિબંધની ધમકી
November 22, 2024 12:08 PMસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech