રાજકોટના મેયર તરીકે પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ

  • March 12, 2021 06:04 PM 

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે 10 કલાકે નવા પદાધિકારીઓના નામોની જાહેરાત માટે પાર્ટી સંકલનની બેઠક યોજાઈ હતી. સંકલન બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરી હતી જેમાં મેયરપદે આહિર સમાજના યુવા કોર્પોરેટર ડો.પ્રદીપ ડવ (પીએચ.ડી.), ડેપ્યુટી મેયરપદે જૈન સમાજના મહિલા અગ્રણી ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી  ચેરમેનપદે કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી પુષ્કર પટેલ અને શાસકપક્ષના નેતાપદે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વિનુભાઈ ધવા તેમજ શાસકપક્ષના દંડકપદે ક્ષત્રિય આગેવાન સુરેન્દ્રસિંહ વાળાના નામોની તેમણે જાહેરાત કરી હતી. પાર્ટી સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ 11 કલાકે સ્પેશિયલ બોર્ડ મિટિંગ મળી હતી જેમાં ઉપરોકત પદાધિકારીઓએ પદગ્રહણ કર્યું હતું. આ વેળાએ શહેરના તમામ વોર્ડમાંથી ભાજપના આગેવાનો, કાર્યકરો અને ટેકેદારો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ઢોલ-નગારાના નાદ તેમજ આતશબાજી સાથે નવા પદાધિકારીઓને વધાવ્યા હતા.

 


પાર્ટી સંકલનની બેઠક પુર્ણ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર કમ વહીવટદાર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ બોર્ડ મિટિંગનો 11 કલાકે પ્રારંભ થયો હતો. વંદે માતરમ્ ગાન બાદ પાલર્મિેન્ટરી પ્રોસિડિંગ શ કરાયું હતું. કાર્યવાહીના પ્રારંભે સૌપ્રથમ સેક્રેટરી શાખાના મ્યુનિસિપલ સચિવ એચ.પી. પારેલિયાએ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવા માટે કાર્યવાહી શ કરી હતી જેમાં કોર્પોરેટર હાર્દિક ગોહેલે કાર્યકારી અધ્યક્ષ તરીકે બાબુભાઈ ઉધરેજાના નામની દરખાસ્ત મુકી હતી જેને કોર્પોરેટર સંદીપ ગાજીપરાએ ટેકો આપ્યો હતો અને કાર્યકારી અધ્યક્ષ બાબુભાઈ ઉધરેજાના અધ્યક્ષસ્થાને મેયરની ચૂંટણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેયરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કોર્પોરેટર અશ્ર્વિન પાંભરે પ્રદીપ ડવનું નામ રજૂ કર્યું હતું અને તેમના નામને કોર્પોરેટર મનિષ રાડિયાએ ટેકો આપતા દરખાસ્ત સવર્નિુમત્તે મંજૂર થઈ હતી. વિપક્ષ તરફથી મેયરપદ માટે કોઈ જ નામ રજૂ કરવામાં આવ્યું ન હતું. આથી પ્રદીપ ડવ બિનહરીફ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેયર બાદ ડેપ્યુટી મેયર પદે ડો.દશિતા શાહના નામની દરખાસ્ત કોર્પોરેટર નિલેશ જલુએ રજૂ કરી હતી જેને ડો.અલ્પેશ મોરઝરિયાએ ટેકો આપ્યો હતો અને દરખાસ્ત સવર્નિુમત્તે મંજૂર થઈ હતી. ડેપ્યુટી મેયરપદની ચૂંટણી માટે પણ વિપક્ષે કોઈ નામ રજૂ કર્યું ન હોય, ડો.દર્શિતા શાહ બિનહરીફ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધી જીપીએમસી એકટ 1949ની કલમ-20 (2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂકની દરખાસ્ત કરવામાં આવી હતી. આ 12 સભ્યોમાં પ્રથમ ક્રમે જેમનું નામ જાહેર થાય તેઓ ચેરમેન બને છે તેવી રાજકીય પરંપરા રહી છે. આજે જાહેર થયેલા 12 નામોમાં પ્રથમ ક્રમે પુષ્કર પટેલનું નામ જાહેર થયું હતું. તદ્ ઉપરાંત અન્ય 11 સભ્યોના નામો જાહેર થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોમાં વિપક્ષના 4 પૈકી એક પણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

 


પદાધિકારીઓની ચૂંટણી અને સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂકની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તુરંત જ નવનિયુકત પદાધિકારીઓએ તેમની ચેમ્બરમાં કાર્યભાર સંભાળી લીધો હતો. આ તકે તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ, વોર્ડના કાર્યકતર્ઓિ, આગેવાનો, ટેકેદારો વિગેરે બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ફૂલહાર કરી તેમજ એકમેકના મોં મીઠા કરાવી નવા પદાધિકારીઓને વધાવી લીધા હતા.

 


રાજકોટને શ્રેષ્ઠ શહેર બનાવીશ, આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે ગ્રાઉન્ડ ઝિરો સુધી જઈશ: પ્રદીપ

રાજકોટના નવનિયુકત મેયર પ્રદીપ ડવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટને શ્રેષ્ઠ શહેર બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે. સ્વચ્છતા અને પાણીને લગતી બાબતોને હંમેશા પ્રાધાન્ય આપશે. તદ્ ઉપરાંત મુખ્યત્વે તેઓ આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેમણે ઉમેયુર્ં હતું કે વર્ષોથી આજી નદી શુધ્ધિકરણની વાત થઈ રહી છે પરંતુ હવે આજી નદી શુધ્ધિકરણ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે તેઓ ગ્રાઉન્ડ ઝીરો સુધી જશે અને આ પ્રોજેકટ સાકાર કરીને બતાવશે.

 

ટ્રાફિક પ્રશ્ર્ન, બ્રિજ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી અને નવા ભળેલા ગામોના વિકાસને અગ્રતા: પુષ્કર પટેલ

રાજકોટ મહાપાલિકાના નવનિયુકત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, તેઓ ટ્રાફિક પ્રશ્ર્ન, બ્રિજ પ્રોજેકટ અને સ્માર્ટ સિટી પ્રોજેકટને ટોપ પ્રાયોરિટી આપશે. તદ્ ઉપરાંત નવા ભળેલા ચાર ગામો જેમાં માધાપર, મનહરપુર-1, ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવાને તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. રાજકોટ શહેરમાં વધુ નવા બગીચા અને પ્લેગ્રાઉન્ડ બને તે માટે પણ પ્રયાસો રહેશે. નવા ભળેલા ગામોના ટીપી પ્લોટના કબજા મેળવી તેઓને પણ ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, શાળાઓ જેવી સુવિધાઓ અપાશે.

 

રાજકોટને કોવિડ મુકત, સ્વચ્છ અને હરિયાળુ બનાવવાને પ્રાધાન્ય આપીશ: ડો. દર્શિતા પી. શાહ

રાજકોટના નવનિયુકત ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટને કોવિડ મુકત બનાવવાને પ્રાધાન્ય આપશે. તદ્ ઉપરાંત રાજકોટ શહેર સ્વચ્છ રહે અને વધુને વધુ હરિયાળું બને તે બાબત પર તેમનું ધ્યાન કેન્દ્રીત રહેશે. શહેરમાં સૌના સાથથી સૌનો વિકાસ થાય તેવા વિકાસમંત્ર સાથે રાજકોટની વિકાસ યાત્રા આગળ ધપાવશે. રાજકોટ શહેરને વિશ્ર્વનું શ્રેષ્ઠ શહેર બનાવવાની દિશામાં તમામ પદાધિકારીઓના પ્રયાસો રહેશે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, આગામી દિવસોમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS