પ્રભાસની 'સાલાર' 400 કરોડના કલ્બમાં સામેલ, જાણો વર્લ્ડવાઇડ કલેકશન

  • December 26, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સાલાર' દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરના થિયેટરોમાં પણ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. 'સાલાર' 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મને રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે. ત્યારે હાલમાં સાલારનું 4 દિવસનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન સામે આવ્યું છે. જેમાં ફિલ્મે 450 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આમ, સાલારે રિલીઝ થયાના માત્ર 4 દિવસમાં 450 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લેતા તે 400 કરોડના કલ્બમાં તો ખૂબ જ ટૂંકાગાળામાં સામેલ થઇ ગઇ છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જેલર, પઠાણ, જવાન, એનિમલ અને ગદર 2 બાદ સાલાર આ વર્ષની છઠ્ઠી ફિલ્મ હશે, જે 500 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે.

4 દિવસમાં સાલારની વર્લ્ડવાઇડ કમાણી

'સાલાર'એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 176.52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે આ ફિલ્મે 101.39 કરોડનું કલેક્શન કર્યું હતું. 'સાલાર'એ ત્રીજા દિવસે 95.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે ચોથા દિવસે 76.91 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે 4 દિવસમાં ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 450.06 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ભારતમાં પણ 250 કરોડનો આંકડો પાર કર્યો

તમને જણાવી દઈએ કે 'સાલાર'નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રભાસ સ્ટારર આ ફિલ્મ વિશ્વવ્યાપી તેમજ સ્થાનિક બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વર્ષની સર્વશ્રેષ્ઠ ઓપનર બન્યા બાદ આ ફિલ્મે ચાર દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 251.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


Salaar,PrashantNeel,Prabhas,Salaar,Boxoffice,Collection



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application