ગોંડલ રોડ, લમીનગર, વાવડી સહિતના વિસ્તારોની ઔધોગિક વસાહતોમાં ૪૯ વીજચેકિંગ ટુકડીઓ ત્રાટકી

  • January 13, 2023 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્રારા કંપનીનું વીજ લોસ ઘટાડવા રાજકોટ શહેર વિસ્તારમાં પણ શ કરવામાં આવેલી ઝુંબેશમાં આજે કોર્પેારેટ વિજિલન્સની ૪૯ જેટલી ટુકડીઓએ ઉધોગનગર, લમીનગર અને વાવડી અર્બન સબ ડિવિઝન હેઠળના ગોંડલ રોડ, નવો રીંગરોડ સહિતના વિસ્તારોમાં જુદી જુદી ઔધોગિક વસાહતોમાં સવારથી વીજચેકિંગ શ કરતા અનેક ઉધોગકારો દોડધામમાં મુકાઈ ગયા હતા. ગઇકાલે કોઠારીયા રોડ સોરઠીયાવાડી અને આજી–૧એમ ત્રણ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ૧૨૦ પાવરચોરી ઝડપાતા . ૨૬.૨૦ લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા.



પીજીવીસીએલ એમડી વણકુમાર બરનવાલ દ્રારા વીજ ગેરરીતિ આચરનારા ગ્રાહકો ઉપર ત્રાટકવાના આદેશ મુજબ આજે કોર્પેારેટ વિજિલન્સની ૪૯ જેટલી ટુકડીઓએ શહેરના ત્રણ સબ ડિવિઝનમાં ઔધોગિક વસાહતોમાં વીજ ચેકિંગ શ કરી દીધું હતું.





જેમાં ઉધોગ નગર સબ ડિવિઝન હેઠળના વૈદ વાળી રાધાકૃષ્ણ નગર ગોંડલ રોડ લમીનગર સબ ડિવિઝન હેઠળના રાધાનગર મણીનગર ઉમાકાંત નગર વાવડી અર્બન સબ ડિવિઝન હેઠળના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા રાણી ઇન્ડસ્ટ્રીયલ એરીયા માતિ ઇન્ડસ્ટ્રીયલ એરીયા નટરાજ ઇન્ડસ્ટ્રીયલ એરીયા સરદાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને ગોંડલ રોડ સહિતના ઔધોગિક વિસ્તારોમાં પોલીસ અને વિડીયોગ્રાફરોના કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરતા ગેરરીતિ આચરનારા ગ્રાહકો દોડધામમાં મુકાઈ ગયા હતા.




યારે ગઈકાલે કોઠારીયા રોડ સબ ડિવિઝન હેઠળ એકતા કોલોનીની ૧થી ૧૦ નંબરની શેરીઓ, ગાંધી સોસાયટી, સાગર સોસાયટી, જંગલેશ્વર શેરી નંબર ૧ થી ૧૦ ઉપરાંત આજી–૧ સબડિવિઝનના બેડીપરા, ચુનારાવાડ શેરી નંબર એક અને બે મનહરપરા, સીતારામ નગર સહિતના વિસ્તારોમાં બપોર સુધી હાથ ધરાયેલા ચેકિંગમાં કુલ ૧૨૦ સ્થળે વીજ ચોરી ઝડપાતા પિયા ૨૬.૨૦૦ લાખના પાવર ચોરીના બિલ ફટકારવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application