મરઘીએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફાર્મના માલિકે પોલીસને કરી ફરિયાદ

  • April 22, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક ફર્મ દ્વારા બનાવાયેલો ખોરાક ખાધા બાદ મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલ્ટ્રી ફર્મના માલિકે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે ફર્મ દ્વારા આ અંગે ભરપાઇ આપવાની તૈયારી દાખવવામાં આવ્યા બાદ કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નહોતી. ફરિયાદી સહિત આ વિસ્તારના અન્ય ચાર પોલ્ટ્રી ફાર્મના માલિકોએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આથી તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.

 

 


ઔરંગાબાદ ખાતેની કંપ્ની પાસેથી તેણે મરઘીઓનો ખોરાક ખરીદ્યો હતો. ફરિયાદીએ અરજીમાં કહ્યું હતું કે ખોરાક ખાધા બાદ પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરી દીધું હતું. આ મામલે અહમદનગરના બ્લોક લેવલના પશુપાલન અધિકારીનો અમે સંપર્ક સાધ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે અમુક વખત અમુક પ્રકારનો ખોરાક મરઘીને અનુકૂળ જણાતું નથી અને તે ઇંડાં આપવાનું બંધ કરી દે છે, એવું ઘણી વખત જોવા મળે છે. ભૂતકાળમાં પણ મરઘીને રોજ ખોરાક અપાતો હોય તેની જગ્યાએ નવો ખોરાક આપવામાં આવે તો તે ઇંડાં આપવાનું બંધ કરી દે એવી ઘટના બની છે. બાદમાં મરઘીને ફરી જૂનો ખોરાક અપાતા તે ફરી ઇંડાં આપવા લાગે છે, એમ અધિકારીએ કહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS