ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર બનાવવાનું મુલતવી: બોયઝ હોસ્ટેલમાં ચાલુ

  • March 28, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ સમરસ હોસ્ટેલ માં ઓક્સિજન પાઇપલાઇન સાથેના 120 બેડ ની કામગીરી પૂરી થઈ ગઈ છે અને આ સેન્ટર કોરોના દર્દીઓ માટે ચાલુ કરી દેવાયુ હોવાનું સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે.

 

 

કલેકટર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગર્લ્સ અને બોયઝ બંને હોસ્ટેલમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાના હતા પરંતુ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું હાલ તુરત મુલતવી રાખવામાં આવેલ છે અને બોયઝ હોસ્ટેલની સી અને ડી વીગમાં પહેલા માળે 56 અને બીજા મળે 64 મળીને ઓક્સિજન સાથેના 120 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

 


ગર્લ્સ હોસ્ટેલમાં પાર્ટીશન નાખીને એક તરફ વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી વ્યવસ્થા યથાવત રાખવાનો અને પાર્ટીશનની બીજી તરફ કોરોના દર્દીઓ ને રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ વિદ્યાર્થીનીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કોરોના પાર્ટીશન ટપીને ન આવી શકે તેવા સવાલો નો મારો સોશિયલ મીડિયામાં પણ શરૂ થઈ ગયો હતો આખરે સત્તાવાળાઓએ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનાવવા નું મુલતવી રાખતાં હાલ તુરત આ વિવાદ આગળ વધતો અટકી ગયો છે.

 


બોયઝ હોસ્ટેલમાં રહેતા 116 જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલ કુમાર છાત્રાલયમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને નવેસરથી સમરસ કોવિડ સેન્ટર ધમધમતું થઈ ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS