રાજકોટના બે ઝોનમાં ક્રાઈમ બ્રાન્ચમાં નવાને બદલે 'નિવડેલા'ને જ પોસ્ટિંગ !

  • June 17, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહ વિભાગના પરિપત્રના અમલમાં 'કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના' જેવું
જો નવા મુકવામાં આવેને ઉચ્ચ અધિકારીઓ સાથે ડાયરેકટ થઈ જાય તો ? સ્વતત્રં હવાલો સોંપાય તો સત્તા સરકારની ભીતિની ચર્ચા

 

 


રાયના ગૃહ વિભાગ દ્રારા પરિપત્ર અનુસાર રાજકોટ શહેર પોલીસ બેડામાં બે ઝોનમાં ક્રાઈમ બ્રાન્ચની બે ટીમનું પોસ્ટિંગ કરાયું છે પરંતુ ગૃહ વિભાગને પણ 'કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના'ની માફક બન્ને સ્થળે નવા કોઈ ચહેરાઓ ટીમ મુકવાના બદલે જૂના અને ક્રાઈમ બ્રાન્ચના 'ગોઠવાયેલા' માળખામાં કામ કરતા વિશ્ર્વાસુઓના પોસ્ટિંગ કરી આપી ગૃહ વિભાગના હુકમનો તાબડતોબ અમલ થયાનું ઓનપેપર દર્શાવે દેવાયું છે.

 


ગૃહ ભિગના ગત માસના ઠરાવ પરિપત્રના આધારે રાજકોટ શહેર ઝોન–૧ અને ઝોન–૨ એમ બે રીતે પોલીસમાં પાર્ટ હોવાથી બન્ને ઝોનમાં ક્રાઈમ બ્રાન્ચના એક પીએસઆઈ, એક એએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેબલ તથા ડ્રાઈવર એમ પાંચનું મહેકમ મુકવાનું હોય છે. બન્ને ઝોનમાં ઝોન–૧માં પીએસઆઈ યુ.બી. જોગરાણા તથા ઝોન–૨માં પીએસઆઈ એમ.વી. રબારીનું ઓનપેપર પોસ્ટિંગ કરાયું છે.

 


બન્ને અધિકારીને સ્વતત્રં પોસ્ટિંગ નહીં પરંતુ વધારાનો ઝોન–૧ અને ઝોન–૨ની ટીમનો વધારાનો ચાર્જ સોંપાયો છે. પોસ્ટિંગને સંબંધી પોલીસબેડામાં એવી ચર્ચા ચાલી છે કે ખરેખર અલગ–અલગ ટીમો સાથે નિમણૂક થાય તો કામ ફ્રીડમલી કરી શકે. બન્ને ટીમને તેમના વિસ્તારની કાયદો–વ્યવસ્થા, ડિટેકશનની જવાબદારી રહે, પરંતુ કોઈ નવા ચહેરા મુકવાના બદલે જૂના જોગી છે તે પૈકીના જ બે પીએસઆઈને સ્વતત્રં નહીં પરંતુ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બન્ને પીએસઆઈએ કામ તો મુખ્ય બ્રાન્ચે કરવાનું રહેશે સ્વતંત્રતા નહીં માત્ર વધારાનું ભારણ જ આવ્યું છે.

 


આવું કરવા પાછળ પણ પોલીસ વર્તુળોમાં એવી ચર્ચા ચાલી છે કે જો નવા ચહેરા નવી ટીમ મુકે અને તે બન્ને ઝોનમાં સ્વતત્રં કામ કરે 'અન્ડર'માં ન રહેતો ? નવા ચહેરા માફક આવે ન આવે વર્તમાન 'ગોઠવણ'માં ફીટ બેસે કે ન બેસે ? જો ડાયરેકટ ઉચ્ચ અધિકારીઓ સાથે કનેકટ થઈ જાય તો હાથમાંથી કમાન સરકી જાય. આવું ન બને એ માટે કદાચિત નવા નહીં પણ નીવડેલા પુરા 'વિશ્ર્વાસુ'ને જ ઓનપેપર પોસ્ટિંગ આપી દેવાય તો ગૃહ વિભાગને થાય કે પરિપત્રનો ત્વરીત અમલ થયો અને અહીં જે 'સીસ્ટમ' ચાલે છે તેમાં કોઈ બાધા ઉભી ન થાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS