હાપા ખારીમાં ૨૪૦૦ લીટર આથો અને સાધનો કબ્જે લેતી એલસીબી

  • June 19, 2023 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી ૨૪૦૦ લીટર દેશી દારુ બનાવવાનો આથો, સાધનો કબ્જે કર્યા હતા, જયારે ગણપતનગર અને બાવરીવાસ વિસ્તારમાં દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.



રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારૂ, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર. કે. કરમટા તથા એસપી. ગોહીલ, પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.



દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઇ તલાવડીયાને મળેલ ખાનગી હકીકત આધારે હાપા ખારી વિસ્તાર, ચારણનેશમાં રહેતો પુંજા જેસુર સોરીયા હાપા ખારી વિસ્તારમાં રબારીપાડા પાછળ વોકળાના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોય જેથી ત્યાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાનો કાચો આથો ૨૪૦૦ લીટર કિ. ૪૮૦૦ તથા દારૂ બનાવવાના સાધનો ગેસના બાટલા-૪, ગેસના ચુલા ૫, એલ્યુમીનીયમના તપેલા ૫, સ્ટીલની કોઠી-૪, પ્લાસ્ટીકના બેરલ ૩ મળી કુલ ૧૦૬૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.



આ ઉપરાંત શહેરના ગણપતનગર બાવરીવાસમાં સોનલબેન રાજેશ વઢીયારના ઝુપડે સીટી-સી પોલીસે દરોડો પાડી ૯૦ લીટર આથો, ચાલુ ભઠ્ઠીના સાધનો અને ૧૨ લીટર દેશી દારુ કબ્જે કર્યો હતો, જયારે અમરાવતીબેન સખીલાલ પરમારને ત્યાથી ૧૩ લીટર દેશી દારૂ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.



ઉપરાંત ખુલ્લીફાટક બાવરીવાસમાં રહેતી રાખીબેન અજય વઢીયારને ત્યાથી ૭ લીટર દેશી દારુ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો તથા નિલકમલ સોસાયટી પાસે રહેતી ગીતાબેન રાહુલ ડાભીને ત્યાથી ૪ લીટર દારુ, ભઠ્ઠીના સાધનો અને ૧૧૦ લીટર આથો તેમજ ગણપતનગર ફાટક પાસે રેશ્માબેન ઠાકુર પરમારના ઝુપડેથી છ લીટર દારુ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો સીટી-સી પોલીસે કબ્જે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application