ભારતમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો, બંગાળ, તામિલનાડુ, અને કણર્ટિક વધારી રહ્યા છે ચિંતા

  • May 21, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્ટની સંખ્યામાં વધારો થતા ફાયદો જોવા મળ્યો: બીજી લહેર નબળી પડી રહી હોવાના સંકેત મળ્યા

 



ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ નબળી પડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આ અઠવાડિયે દેશમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો હોય તેવા જિલ્લાઓની સંખ્યામાં વધારો થયો છે. પોઝિટિવિટી રેટ એટલે 100 કોરોનાના ટેસ્ટ સામે પોઝિટિવ આવે તે દર્દીઓની સંખ્યા થાય છે. જોકે, હજુ પણ કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ચિંતાનું કારણ બનેલો છે.

 


ભારતમાં બીજી લહેર ઘટવાના સંકેત નવા કેસમાં ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે જોકે, કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા કેસ અને પોઝિટિવિટી રેટ 22% પર પહોંચતા ચિંતાનું કારણ બની રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળ, કણર્ટિકા, કેરળ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે, અહીં પોઝિટિવિટી રેટ 15% કરતા ઊંચો છે. પોઝિટિવિટી રેટમાં ઘટાડો થાય તે સારી નિશાની છે, પરંતુ આમ આગામી કેટલાક અઠવાડિયા સુધી થતું રહે તો નવા કેસ પર કાબૂ મેળવી શકાય છે.

 


બુધવારે ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 13.4% પર પહોંચ્યો હતો, આ દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાની તપાસ માટે 20.5 લાખ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ સાથે પાછલા બે અઠવાડિયાથી દેશમાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એપ્રિલ 29થી 5 મે દરમિયાન પોઝિટિવિટી રેટ 21.5% હતો જે ઘટીને પાછલા અઠવાડિયે (13-19 મે) 15.2% થયો છે. આ દરમિયાન પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ ગયો હોય તેવા જિલ્લાઓની સંખ્યા 210થી વધીને 303 થઈ ગઈ છે

 


સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સચિવ લવ અગ્રવાલ જણાવે છે કે, ભારતમાં અઠવાડિયા દરમિયાન થતા ટેસ્ટમાં ફેબ્રુઆરી પછી 12 અઠવાડિયામાં સરેરાશ 2.3 ગણો વધારો થયો છે. ટેસ્ટની સંખ્યામાં વધારો થતા પરિણામ એવું જોવા મળ્યું કે છેલ્લા 10 અઠવાડિયાથી કેસની સંખ્યામાં વધારો થતો હતો તેમાં પાછલા અઠવાડિયાથી પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાયો.

 


ભારતમાં 22 રાજ્યો એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 15% કરતા ઊંચો છે, જ્યારે 13 રાજ્યોમાં તે 5-15%ની વચ્ચે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021