શનિ કેવા જાતકોને હંમેશા મદદગાર સાબિત થાય છે જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શનિ નું નામ પડતાં જ લોકોના મનમાં જાતજાતના ભય અને ચિંતા વ્યાપી જાય છે, જેને લઇને સામાન્ય રીતે એવી ધારણા છે કે તે એક ખરાબ ગ્રહ છે જેની ક્રૂર દૃષ્ટિ પડતાં જ જાતકના ખરાબ દિવસો આવી શકે છે, પરંતુ કર્મના દેવતા શનિ એવો ગ્રહ મિશનની વ્યક્તિને તેના કર્મોના હિસાબથી સારું કે ખરાબ ફળ પ્રદાન કરતા હોય છે. શનિની શુભ થાય પડતા જ વ્યક્તિ રાજા સમાન એશોઆરામનું જીવન વીતાવી શકે છે, અને તેના જીવનમાં કોઈપણ પ્રકારની કમી જોવા મળતી નથી.

 

વેદિક જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિથી મંદ ગતિએ ચાલનારો ગ્રહ માનવામાં આવ્યો છે શનિ લગભગ અઢી વર્ષમાં એક રાશિથી બીજી રાશિમાં ભ્રમણ કરતો હોય છે, જ્યારે એ જ રાશિમાં પરત આવતી વખતે શનિને 30 વર્ષનો સમય લાગતો હોય છે, એવા માણસની દરેક રાશિમાં 30 વર્ષ બાદ આવે છે શનિની સાડાસાતી અને શનિની છાયાના પ્રકોપથી લોકોને ડર લાગે છે, શનિ કોઇપણ વ્યક્તિને ખરાબ કામ પર સજા અને સારા કામ સારા પરિણામ આપવાનું કામ કરે છે.

 

શનિ કોઈ જાતક પર કૃપા કરે છે ત્યારે અચાનક કોઇ વ્યક્તિની સમસ્યા ઓછી થવા લાગે છે. અચાનક તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને તેના ખિસ્સામાં હંમેશા નાણાં જોવા મળે છે.

 

શનિ કોઈ જાતકની કુંડળીમાં ત્રીજા, છઠ્ઠા અને દસમા કે અગિયારમા ભાવમાં બેઠા હોય તો શનિ હંમેશા શુભ ફળ પ્રદાન કરે છે.

 

શનિ જાતકની કુંડળીમાં પહેલા,બીજા, પાંચમા કે સાતમા ભાવમાં હોય તો અશુભ ફળ મળે છે.આ સિવાય શનિ સૌથી વધારે ચાર, આઠ કે બારમા ભાવમાં પણ અશુભ ફળ આપે છે.

 

જો કોઈ જાતકની જન્મ શુક્લ પક્ષની રાત્રે થયો હોય અને એ સમયે શનિ વક્રી ચાલી રહ્યો હોય તો શનિ શુભ ફળ આપે છે. 

 

કોઈ વ્યક્તિ 36 કે 42 વર્ષની ઉંમરમાં શનિ ખૂબ જ બળવાન હોય છે અને તેને માન-સન્માન તથા સફળતાની ઉંચાઈઓ સુધી પહોંચાડે છે.

 

આ સિવાય શનિએ જાતકો પણ હંમેશા પોતાની કૃપા વરસાવે છે જેઓ હંમેશા સારા કર્મ કરે છે જે વ્યક્તિ દારૂ કે માસના સેવનથી દૂર રહે છે તેના પર શનિની કૃપા બનેલી રહે છે.

 

કુંડળીના શુભ ભાવમાં શનિ બેસવાના કારણે જાતકોને તેના કાર્યક્ષેત્રમાં ઉંચાઈઓ સુધી લઇ જાય છે, એવા લોકોમાં નેતૃત્વની ક્ષમતા હોય છે, અને તેવા લોકોને શનિ ખૂબ સન્માન અને યશ અપાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS