જિલ્લામા 14 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીઓ બન્યા કોરોનામુક્ત

  • November 21, 2020 09:33 AM 247 views
  • જિલ્લામાં  કુલ 5,014 કેસો પૈકી 46 દર્દીઓ હાલ સારવાર હેઠળ


ભાવનગર જિલ્લામા શુક્રવારે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,014 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 6 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 9 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના સેઢાવદર ગામ ખાતે 1, પાલીતાણા ખાતે 1, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે 1 તથા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.


 ભાવનગર મહાનગરપાલિકાના 10 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 11 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 5,014 કેસ પૈકી હાલ 46 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,893 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application