પોરબંદર જીલ્લામાં કોરોનાના 8 પોઝીટીવ કેસ, એકનું મોત

  • October 28, 2020 02:04 AM 199 views
  • શહેર ઉપરાંત રાણાવાવ-કુતિયાણામાં દર્દીઓ મળ્યા


પોરબંદર જીલ્લામાં છેલ્લા ર4 કલાકમાં કોરોનાના 476 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 8 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જયારે એક દર્દીનું અન્ય જીલ્લામાં સારવાર દરમિયાન મોત થયું છે.
પોરબંદર જીલ્લામાં ર4 કલાકમાં થયેલા 476 ટેસ્ટમાંથી રામગેસ્ટ હાઉસ પાસે રહેતી ર4 અને પ8 વર્ષીય મહીલા, દતસાંઇ સ્કુલ નજીક રહેતી 43 વર્ષીય મહીલા, છાંયા વિસ્તારની પપ વર્ષીય મહીલા, પ0 વર્ષીય પુષ, રાણાવાવના 40 અને પ8 વર્ષીય પુષ તથા કુતિયાણાના 9પ વર્ષીય વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા અલગ-અલગ જગ્યાએ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જયારે પોરબંદર જીલ્લામાંથી કોરોનાની સારવાર માટે અન્ય જીલ્લામાં ગયેલ એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં 737 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. 4ર9રપ લોકોના ટેસ્ટ થયા છે. જે પૈકી 71 લોકોના મોત નિપજયા છે અને 37 લોકોમાં કોરોના એકટીવ હોવાનું પણ જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application