કોરોના સતત વધી રહેલા આંકડા ચિંતાજનક : જાણો આજે કેટલા કેસ નોંધાયા

  • March 09, 2021 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 581 કેસ નવા નોંધાયા છે.  જ્યારે 453 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં બે દર્દીના મોત થયા છે. અને 4૩ દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે.

 

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 4418  લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3295 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.17 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં 123 નવા કેસ,  સુરત શહેરમાં 127 કેસ, વડોદરા શહેરમાં 81 કેસ, રાજકોટ શહેરમાં 48 કેસ નોંધાયા છે.

 

એક તરફ કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન શરૂ છે ત્યારે પણ આ રીતે વધી રહેલા કોરોનાના કેસ માટે તંત્રને જવાબદાર ગણવા કે લોકોની બેદરકારીને એ જ સવાલ બની રહ્યો છે.  કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS