પોરબંદરમાં 1864ની સાલથી 1964 સુધીના સૈકામાં થયો હતો અઢળક વિકાસ

  • November 19, 2020 02:30 PM 286 views

પોરબંદર સહિત રાજયમાં ભાજપ સરકાર વિકાસની ગાથા આલેખી રહી છે ત્યારે આઝાદીપૂર્વે પણ પોરબંદર શહેરમાં અઢળક વિકાસ કામો થયા હતા, ઇ.સ. 1864 થી 1964 સુધી રાજાશાહી યુગમાં અને ત્યારબાદ લોકશાહીમાં અનેક ઈમારતોનું નિમર્ણિ થયું હતું તેની માહિતી સીનીયર સીટીઝને આપી છે.

  • ઇમારતોના નિમર્ણિ

પોરબંદરના સીનીયર સીટીઝન રમેશભાઇ ઝાલાએ પ્રજાવત્સલ મહારાણા ભાવસિંહજી, નટવરસિંહજી અને મહારાણી શ્રી પાળીબાના સમયમાં થયેલા અઢળક વિકાસ કામો પૈકી અગત્યની ઇમારતો તથા તેનું નિમર્ણિ થયું તેની સાલની પણ માહિતી રજુ કરી છે. તેમણે જણાવ્‌યું હતું કે, પોરબંદરની પ્રથમ પોસ્ટઓફીસ 1864ની સાલમાં શ થઇ હતી. પ્રથમ પોસ્ટઓફીસ 1864, તળપદ ક્ધ્યાશાળા 1881, કર્લીપુલ 1885, જયુબેલી પુલ 1888, સ્ટેટ લાયબ્રેરી 1888, વી.જે.મદ્રેસા 1890, કોર્ટ બીલ્ડીંગ 1886, દરીયા મહેલ (બીએડ કોલેજ) 1904, ભાવસિંહજી હાઇસ્કુલ 1904, ભાવસિંહજી હોસ્પિટલ 1904, હજુર પેલેસ 191પ, ક્રિકેટ પેવેલીયન 1915, મહારાણા મીલ્સ 1936, સુદામા મંદિર (1901માં સમારકામ કર્યુ) 1901,  ભોજેશ્ર્વર મંદિર 1904, મેકોનીકલ કલબ (શ્રી નટવરસિંહજી કલબ)1926, આર્યક્ધયા ગુકુલ 1936, બાલુબા ક્ધયા શાળા 1937, હેન્કોક મેમોરિયલ મીડલ સ્કુલ 1937, વિલીંગડન મરીન ડ્રાઇવ (ચોપાટી) 1936, શ્રી દુલિપસિંહજી મીડલ સ્કુલ 1946, સાંદીપની આશ્રમ 2006, લક્ષ્મીનારાયણ મંદિર 1991, એરપોર્ટ 1938, રામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ મેમોરીયલ 1996ની સ્થાપના થઇ હતી.

 

  • પ્રજાવત્સલ રાજવી દંપતિ

મહારાણી પાળીબાના લગ્ન મહારાણા શ્રી નટવરસિંહજી સાથેનો રાજયાભિષેક તા. 26-1-1920 ના રોજ થયા બાદ લીમડીના શ્રી દોલતસિંહજીના પુત્રી પાળીબા સાથે તા. પ-ર-19ર0 ના થયા હતા. 19રપ માં મહારાણાશ્રી સાથે ઇગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. ત્‌યારબાદ હાલની હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલમાં તેમના સ્મરણાર્થે મહારાણીશ્રી પાળીબા ઝનાના હોસ્પિટલ બની હતી. 1937 માં શ્રી પાળીબા લેડી હોસ્5િટલ બન્યા બાદ આ જગ્યામાં શાળા શ થઇ અને તેનું નામ હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ રાખવામાં આવ્યું. સાથે જ તેમના માતુશ્રી મહારાણીશ્રી બાલુબાની યાદમાં મહારાણીશ્રી બાલુબા ક્ધ્યાશાળા પણ આજ વર્ષમાં  થઇ. ઉપરાંત ત્યાં જ બાળમંદિર પણ શ કરવામાં આવ્‌યું. આવા પ્રજાવત્સલ મહારાણીશ્રી પાળીબાને ઇશ્ર્વરે શેરમાટીની ખોટ રાખી તેથી શ્રીનગરના જેઠવા બાલસિંહજી જેઓ પોર્ટકસ્ટમમાં નોકરી કરતા હતા ને કૃષી નિષ્ણાંતની ઉપાધી મેળવી હતી. (બીએડ. એગ્રીકલ્ચર) તેને દત્તક લઇ તા. 12-6-1941 ના રોજ યુવરાજ તરીકે શ્રી ઉદયભાણસિંહજી નામાભિધાન કર્યુ. ને લીમડીમાં તેમના ભત્રીજી સાથે તા. 30-96-1941ના રોજ લગ્ન પ્રસંગ પણ ઉજવ્યો. 1945માં મહારાણા શ્રી નટવરસિંહજીએ પ્રજાકીય વહીવટ માટે શ્રી યુવરાજશ્રીના પ્રમુખપણા નીચે પ્રજા પ્રતિનિધિઓ નીમી ધારાસભા બનાવી વહીવટ સોંપ્યો. આમ સંસારમાં રહી બધી જ ફરજ બજાવી લગ્નજીવનના ર3 વર્ષ પસાર કયર્િ હતા.મહારાણા નટવરસિંહજી એ ર8 વર્ષ સુધી રાજવહીવટ સંભાળ્યો, તા. 26-1-1920 થી 29-3-1948 સુધી અને તેનો સ્વર્ગવાસ તા. 5-10-1979 આવા પ્રજાવત્સલ રાજવી પરિવાર યાદ આવે છે. એમણે પોતાના જીવની જેમ પોરબંદરનું જતન કર્યુ હતું અને એક પોરબંદરવાસીએ પોતાના શહેરની સંભાળ રાખવાની જવાબદારી સમજી લેવી જોઇએ તેવો આશાવાદ પણ નૂતન વર્ષે સીનીયર સીટીઝન રમેશભાઇ ઝાલાએ વ્યકત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application