બે ગુન્હામાં વોન્ટેડ શખ્સને પોરબંદર એલસીબીએ દબોચ્યો

  • October 28, 2020 02:13 AM 232 views


પ્રોહીબીશન અને શરીર સબંધી ક્રાઇમમાં 9 મહીનાથી નાસતા યુવાનને હનુમાનગઢ નજીકથી પકડી લેવાયો


પોરબંદર જીલ્લા પોલીસ સ્ટેશન હેઠળ બે ગુન્હામાં વોન્ટેડ શખ્સને એલસીબીએ હનુમાનગઢ નજીકથી પકડી પાડયો છે.


જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ એમ.એન. દવે ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફ સાથે રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. ગોવિંદભાઇ મકવાણાને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ પો.સ્ટે. માં બે ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીવા નાથાભાઇ કોડીયાતર ઉ.વ. 36 રહે. ગંડીયાવાળનેશ, બરડા ડુંગર, તા. રાણાવાવ જી. પોરબંદર વાળાને હુનમાનગઢ રામદુત હોટલ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોંપી આપેલ છે. આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રમેશ જાદવ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ. રવિભાઇ ચાઉં, ગોવિંદભાઇ મકવાણા, પો.કોન્સ. વિજયભાઇ જોશી, દિલીપભાઇ મોઢવાડિયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application