રાજ્યમાં પ્રવાસન સ્થળોને અદ્યતન બનાવવા ા.488 કરોડની ફાળવણી: ગુજરાત આવતા પ્રવાસીઓને સુવિધા માટે 315 કરોડ
ઓછી મૂડી-વધુ રોજગાર એ પ્રવાસન ક્ષેત્રની વિશેતા છે. આ બાબત ધ્યાને રાખી રાજ્યની પ્રવાસન વિવિધતાઓના સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા સ્થાનિક રોજગારને તક આપવા રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિ જાહેર કરેલ છે. ગુજરાતના પ્રવાસન સ્થળોને માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ખ્યાતિ મળે તે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના માપદંડો સાથે વિકસાવી ગુજરાત ગ્લોબલ ચોઈસ ફોર ટૂરિઝમ બને તે દિશામાં કામગીરી શ કરાઈ છે. પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 488 કરોડની જોગવાઈ.
ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને ગુણવત્તાસભર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે .315 કરોડની જોગવાઈ. વડનગર ખાતે આવેલ વિવિધ હેરિટેજ સ્ટ્રકચર, પુરાતત્વીય સ્થળ, જુદા જુદા તળાવો, વિવિધ મંદિરો તેમજ અન્ય પ્રવાસી સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવી વિકાસ કામગીરી કરવામાં આવશે.
બુધ્ધ સર્કિટના સ્થાનો જેવા કે દેવની મોરી, ખંભાલીડા, શાણા, સિયોટ, વાલ્મિકીપુર વગેરે સ્થળો ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર ખાતે દેશ-વિદેશના પ્રવાસી આવતા હોવાથી કીર્તિ મંદિર, બરડા હિલ વન્યજીવ અભ્યારણ્ય, પોરબંદર પક્ષી અભ્યારણ્ય, પોરબંદર બીચ, જાંબુવન ગુફા, સ્વામી વિવેકાનંદ મેમોરિયલ વગેરે સ્થળોને વધુ વિકસાવવામાં આવશે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે તેઓ સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
હેરિટેજ સ્થળો તથા જુદા જુદા સ્મારકોના થ્રી-ડી પ્રોજેકશન મેપિંગ સાથેનો લાઈટ અને સાઉન્ડ શો માટે .3 કરોડની જોગવાઈ.
બેટ-દ્વારકા, સિયાળ સવાઈ બેટ, સૂર્યનગરી મોઢેરા અને સાપુતારા ખાતે વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech