અમદાવાદના પોપ્યુલર ગૃપ પર આવકવેરા વિભાગના દરોડા, કરચોરોમાં ખળભળાટ 

  • October 28, 2020 02:04 AM 1024 views

આવકવેરા વિભાગ ફરી એકવાર એકશન મોડમાં આવી ગયો છે. આજે અમદાવાદ ખાતે આવકવેરા વિભાગે દરોડા કર્યા છે. આ દરોડા પોપ્યુલર ગૃપ પર કરવામાં આવ્યા છે. 

રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા એવા પોપ્યુલર ગૃપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. વહેલી સવારે 5 કલાકથી રેડ ચાલી રહી છે. જાણવા મળ્યાનુસાર પોપ્યુલર ગૃપના દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ, છગન પટેલ અને લક્ષ્મણ પટેલને ત્યાં દરોડા થયા છે. આજના દરોડાથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. 

સવારથી જ પોપ્યુલર ગૃપના માલિકોના નિવાસસ્થાને અને ઓફિસ સહિત 25 જગ્યાઓએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application