સિનેમાઘરોમાં પોપકોર્ન થશે સસ્તા, GST કાઉન્સિલની બેઠક બાદ આ વસ્તુઓ થશે ટેક્સ ફ્રી

  • July 08, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

11 જુલાઈએ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં હાલના GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. તેનાથી કેટલીક વસ્તુઓ સસ્તી થઈ શકે છે.


જો તમે પણ મૂવી જોતી વખતે પોપકોર્ન અથવા સ્વીટકોર્ન ખાવાના શોખીન છો.તો આ તમારા માટે સારા સમાચાર હોઈ શકે છે. વાસ્તવમાં GST કાઉન્સિલની બેઠક મળવાની છે. આ બેઠકમાં GST ઘટાડવા માટે કેટલીક બાબતો પર વિચાર કરવામાં આવી શકે છે. તેમાંથી એક સિનેમા હોલમાં ખાવા-પીવાનું છે.GST કાઉન્સિલની બેઠકમાં દવાઓ, ખેતીમાં વપરાતો સામાન, સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ સહિત ઘણી વસ્તુઓ પર GST ઘટાડી શકાય છે.


11 જુલાઈએ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં વર્તમાન GSTને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા પર વિચારણા થઈ શકે છે. જો આ વિચારને મંજૂરી મળી જશે તો સિનેમા હોલમાં ભોજન અને દવાઓ સસ્તી થઈ જશે.


GST કાઉન્સિલની બેઠકમાં ફિટમેન્ટ કમિટીએ પ્રસ્તાવ મૂક્યો છે કે સિનેમા હોલમાં વેચાતા ખાદ્યપદાર્થો પર GST 18% થી ઘટાડીને 5% કરવો જોઈએ. ફિટમેન્ટ કમિટીનું માનવું છે કે સિનેમા હોલમાં ભોજન પર રેસ્ટોરન્ટની જેમ જ GST વસૂલવો જોઈએ. જો મૂવી ટિકિટ અને ખાદ્યપદાર્થો પેકેજમાં ખરીદવામાં આવે છે, તો તેના પર સિનેમા ટિકિટો પર લાગુ પડે તેટલો જ GST તેના પર વસૂલવામાં આવશે.


જો ટિકિટની સાથે પેકેજમાં ખાદ્યપદાર્થો લેવાતી ન હોય તો ફિટમેન્ટ કમિટીએ તેના પર 5% GST લાદવાની દરખાસ્ત કરી છે.કેન્સરની સારવાર માટે વિદેશમાંથી આયાત કરવામાં આવતી કર્ઝીબા દવાને GST ફ્રી કરી શકાય છે.વિશેષ તબીબી જરૂરિયાતો અને સારવાર માટે આયાત કરવામાં આવતી ખાદ્ય ચીજો અને દવાઓને પણ GSTમાંથી મુક્તિ મળી શકે છે.નોન-ફ્રાઈડ સ્નેક્સ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવી શકે છે.

ખાનગી સંસ્થાઓ દ્વારા સેટેલાઇટ લોન્ચને પણ GSTમાંથી મુક્તિ મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application