ગરીબ ખેડૂતના દીકરાને એમેઝોનમાં મળી જોબ, ઓફર થયું ૬૭ લાખનું પેકેજ

  • July 16, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાનીપતના એક ખેડૂતના ૨૨ વર્ષીય પુત્રને કે એમેઝોનમાં વાર્ષિક ૬૭ લાખ પિયાનું પેકેજ મળ્યું છે. તેમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેણે ટુશન આપીને પોતાના બીટેકની ફી ચૂકવી હતી. સોનીપતની દીનબંધુ છોટુ રામ યુનિર્સિટી ઓફ સાયન્સ અને ટેકનોલોજીના અવનિશ છિકારાના પિતા ક્રાવેરી ગામમાં ખેડૂત અને ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જોકે, તેમણે કરેલી આકરી મહેનત લેખે લાગી છે અને તેમના પુત્રએ તેમને ગર્વ અપાવ્યો છે.

 


મીડિયા સાથેની વાતચીતમાં અવનિશે તેના અને તેના પરિવારે કરેલા સંઘર્ષની વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ઘણી વખત એવો સમય પણ આવ્યો હતો કે મારી પાસે યુનિવર્સિટીની ફી ભરવાના રૂપિયા પણ ન હતા પરંતુ  ગમે તેમ કરીને ફી ભરી લેતો હતો. તે માટે ટુશન પણ આપતો હતો.

 


અવનિશે જણાવ્યું હતું કે તે પોતાના એન્જીનિયરિંગ કલાસ પૂરા કર્યા બાદ દરરોજ ૧૦ કલાક અભ્યાસ કરતો હતો. તેણે કોરોના કાળ દરમિયાન એમેઝોનમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરી હતી  ૨.૪૦ લાખ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવતા હતા. તેણે કહ્યું હતું કે ઈન્ટર્નશિપ પૂરી કર્યા બાદ અમેરિકાની આ જાયન્ટ કંપનીએ તેને ૬૭ લાખ રૂપિયા પ્રતિ વર્ષના પેકેજની ઓફર કરી હતી. જે એક વર્ષ બાદ ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

 


યુનિવર્સિટીના વાઈસ–ચાન્સેલર પ્રોફેસર અનાયથે અવનિશને તેની સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આર્થિક તંગી ધરાવતા પરિવારમાંથી આવતા વિધાર્થીએ આટલી મોટી સિદ્ધિ મેળવી તેનો તેમને ગર્વ છે. તેમણે આશા વ્યકત કરી હતી કે અન્ય વિધાર્થીઓ પણ તેના સંઘર્ષ અને પ્રતિબદ્ધતામાંથી પ્રેરણા લેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application