જામનગર જિલ્લો કોંગ્રેસ મુક્ત થતાં હાલારના સાંસદ પૂનમબેન માડમે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી....

  • September 14, 2023 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લો કોંગ્રેસ મુક્ત થતાં હાલારના સાંસદ પૂનમબેન માડમે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી....


જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકા ભાજપે કબજે કરતા જામનગર જિલ્લો કોંગ્રેસ મુક્ત થતાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનની ટીમ અને જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો તથા ભાજપના આગેવાનોને લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની આ સફળતા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી. જામનગર જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત અને જામનગર જિલ્લા પંચાયત તેમજ એક સિક્કા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.....


જામનગર જિલ્લામાં અઢી વર્ષનો કાર્યકાળ જામનગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પૂર્ણ થતો હોય તેમજ પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હોય, ત્યારે જામનગર જિલ્લા પંચાયતમાં અગાઉથી જ રહેલા ભાજપના શાસનને આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે જાળવી રાખવામાં આવ્યો છે અને પ્રમુખ ઉપપ્રમુખના હોદાઓ બિનહરીફ જાહેર કરાયા જ્યારે જામજોધપુર અને કાલાવડ સહિતની તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરતા જામનગરની છ એ છ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમુક્ત થતા ભાજપનો ભગવો લહેરાયો છે. ઉપરાંત સિક્કા નગરપાલિકા જે કોંગ્રેસના કબજામાં હતી, તેમાં પણ કોંગ્રેસ અને અન્ય પક્ષના 10 સભ્યોએ ભાજપને ટેકો આપતા સિક્કા નગરપાલિકા પણ ભાજપ દ્વારા કબજે કરવામાં આવી છે. 


આમ આગામી વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણી આવી રહી હોય અને આવા સમયે આખો જિલ્લો કોંગ્રેસ મુક્ત થતાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને સંગઠનની ટીમના હોદ્દેદારો તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભાજપના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application