લગ્ન કર્યા વિના જ પૂજા બેનર્જી આપશે પહેલા સંતાનને જન્મ

  • October 28, 2020 02:10 AM 1276 views

અભિનેત્રી પૂજા બેનર્જી થોડા જ દિવસોમાં માતા બનવા જઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં જ તેમના ઘરે મહેમાન આવશે. થોડા સમય પહેલા તેણે તેનું ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે તે તેના પહેલા બાળકને લગ્ન કર્યા વિના જન્મ આપવા જઈ રહી છે. જાણવા મળ્યાનુસાર તે તેના બોયફ્રેન્ડ સાથે એપ્રિલ માસમાં લગ્ન કરવાની હતી પરંતુ કોરોનાને કારણે આ લગ્ન થઈ શક્યા નહીં અને હવે બંને તેમના પહેલા બાળકને આવકારવા જઈ રહ્યા છે

જો કે હવે જ્યારે પૂજા બેનર્જી માતા બનવાની છે ત્યારે તેને તેના માતા-પિતાની ફરીવાર યાદ આવી રહી છે. તેણે તેના માતાપિતા સાથે વિતાવેલા સમયની કેટલીક તસવીરો શેર કરી છે. સાથે તેણે લખ્યું છે કો મને ખબર નથી કે ભવિષ્યમાં હું મારા માતાપિતા સાથે ફરી રહી શકીશ કે કેમ કારણ કે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા પૂજાના બેબી શાવરમાં બોયફ્રેન્ડ કુણાલ વર્મા, કેટલાક સંબંધીઓ અને તેના મિત્રો પણ હાજર હતા.  

જણાવી દઈએ કે અભિનેત્રી પૂજા બેનર્જી 15 એપ્રિલે તેના બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કરવા જઈ રહી હતી.  જો કે, કોરોના પરિસ્થિતિમાં આ શક્ય નહોતું.  પૂજા અને કુણાલે અગાઉ કહ્યું હતું કે લગ્નના તમામ પૈસા કોરોના ફંડમાં દાન કરવામાં આવશે. પૂજા ગર્ભવતી છે તે વાત પહેલા સીક્રેટ જ રાખવામાં આવી હતી. પરંતુ આ વાત છુપી કેટલા સમય સુધી રહી શકે... ? 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application