BREAKING NEWS

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ભારે ટ્રાફિક જામ સર્જાતાં સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી

  • May 19, 2026 09:45 AM 

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ભારે ટ્રાફિક જામ સર્જાતાં સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી


જામનગર શહેરના દરબારગઢ થી પાંચ હાટડી તેમજ કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તાર ખાતે ગઈકાલે રાત્રિના સમયે અચાનક ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના આશરે ૮:૦૦ વાગ્યાથી શરૂ થયેલ ટ્રાફિકનું દબાણ સતત વધતાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.


ટ્રાફિક જામને કારણે બે-ચક્રી, રીક્ષા અને કાર સહિતના વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને બજાર વિસ્તાર તથા મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી જતાં અનેક લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા.


ટ્રાફિકની પરિસ્થિતિ અંગે માહિતી મળતા જ સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.


પોલીસ ટીમ દ્વારા દરબારગઢ, પાંચ હાટડી અને કલ્યાણ ચોક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી વાહનોને વ્યવસ્થિત રીતે પસાર કરાવવામાં આવ્યા હતા, તેમજ રસ્તા પર ઉભેલા અને અવરોધરૂપ બનેલા વાહનોને હટાવી ટ્રાફિક નિયમિત કરવામાં આવ્યો હતો.


પોલીસ દ્વારા આશરે રાત્રિના ૮:૦૦ વાગ્યાથી ૯:૩૦ વાગ્યા સુધી સતત કામગીરી હાથ ધરાતાં ધીમે ધીમે ટ્રાફિકની સ્થિતિ સામાન્ય બની હતી, અને વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.


સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, માર્ગ પર અનાવશ્યક રીતે વાહનો પાર્ક ન કરવા તથા વ્યસ્ત સમયમાં મુખ્ય માર્ગો પર સાવચેતીપૂર્વક વાહન હંકારી પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application