ભાભા હોટલ પાસે ચોરાઉ બાઈક સાથે બેલડીને ઝડપી લેતી પોલીસ

  • February 26, 2021 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભાભા હોટલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરાઉ બાઇક સાથે બેલડીને ઝડપી લીધી હતી. આ બાઈક તેમણે હાર્દિક નામના શખસ પાસેથી રૂપિયા 20 હજારમાં ખરીદ્યું હોવાનું રટણ કર્યું હતું. પોલીસે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઈ વી.જે.જાડેજા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહીલ તથા સ્નેહભાઇ ભાદરકાને મળેલી બાતમીના આધારે ભાભા હોટલ પાસે આવેલ કાંતિ સેલ્સ પાસેથી નંબર વગરના હીરો હોન્ડા સપ્લેન્ડર સાથે ચીરાગ ધીરજલાલ ત્રાંબડીયા (ઉ.વ.31)( રહે.ચંદ્રેશનગર ખીજડા વાળો રોડ,રાજકોટ) તથા મિહીર વિઠ્ઠલભાઇ બોરસણીયા (ઉ.વ 30)( રહે,આદિત્યપાર્ક રોરીને.1/6 નો ખુણો ખીજડા વાળો રોડ બાલાજી હોલ પાસે જ શ્રી ઉમીયા આશિષ રાજકોટ) ને અટકાવી પૂછપરછ કરતા બાઈક બાબતે સંતોષકારક ઉત્તર આપી શક્યા ન હતા.જેથી પોલીસે શકપડતી મિલકત તરીકે બાઈક કબજે કરી બંનેની અટક કરી હતી.
બાદમાં બંનેની સઘન પૂછતાછ કરતા હતું કે, આ બાઈક હાર્દિક પાસેથી આશરે બે વર્ષ પહેલા રૂ.20 હજારમાં ખરીદ્યું હોવાનું રટણ કર્યું હતું.બાઈકના એજીન નંબર તથા ચેસીસ નંબર પરથી ખરાઇ કરતા આ બાઈકના માલીક પરબતભાઇ અરજણભાઇ વાઢેર (રહે.વણજારા ગામ તા.વાંકાનેર જી.મોરબી) હોવાનું માલુમ પડ્યું હતું. હાલ પોલીસે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application