સોશ્યલ મીડીયાના માધ્યમથી કેટલાક તત્વો અફવાના પડીકા વહેતા મૂકી લોકોમાં ભય ઉભો કરે છે આવા જ એક કિસ્સામાં ચાર દિવસ પૂર્વે વોટસએપ પર ભાવનગરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો હોવાનો
મેસેજ મૂકી ભળતો જ વિડીયો કોઈએ વાયરલ કર્યેા હતો. આ મામલે ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં એક શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈરે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કોરોના વાયરસ અંગેની સોશિયલ મિડીયમાં ખોટી અફવા ફેલાવી ભાવનગર કલેકટરના જાહેરનામાનો ભગં કરતા ઇસમો વિધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ જેઠાભાઇ પો.કોન્સ. સંજયભાઇ નાથાભાઇ પો.કોન્સ. હસમુખભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. રઘુભાઇ ગણેશભાઇ. વિગેરે સોશિયલ મિડીયામાં વોચ પર હતા દરમ્યાન માહિતી મળેલ કે ગઇ તા.૨૧૦૩૨૦૨૦ ના બપોરે ૧૨૨૬ વાગ્યે પોલીટીકલ મગજમારી નામના વ્હોટસઅપ ગૃપમાં ભદ્રેશભાઇ સાદડીયાએ પોતાના મો.ન.ં ઉપરથી એક ખોટો મેસેજ વાયરલ કરી બ્રેકીંગ ભાવનગરમાં ૧ પોઝીટીવ કોરોના કેસ અફવા તેમ ફેલાવેલ. આમ ભાવનગર શહેરમાં હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસ પોઝીટીવ દર્દી આવેલ ન હોય છતા આવા ખોટા મેસેજ કરી અફવા ફેલાવી બેજવાબદાર નાગરીક તરીકે વર્તન કરી કલેકટર ભાવનગરના જાહેરનામાનો ભગં કરી ઇ.પી.કો કલમ– ૧૮૮ મુજબ ગુન્હો કરેલ હોય તેમના વિધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસઅપ, ટવીટર કે અન્ય કોઇ સોશિયલ મિડીયા પર આપને આવેલો કોઇ પણ મેસેજ સાચો છે કે ખોટો તે ચકાસ્યાખાત્રી કર્યા વિના બીજા અન્ય કોઇ વ્યકતિને કે ગૃપમાં ફોરવર્ડ કરવો નહી આવા ખોટા મેસેજ તુર્તજ ડીલીટ કરવા
આવા ખોટા મેસેજ શેર કરવાથીઅફવા ફેલાવવાથી લોકોમાં ભય અને ગભરાટની લાગણી ફેલાય છે.
કોરોના વાયરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તે ગુન્હો ગણાશે અને તેમના વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Application5, 10 અને 100 રૂપિયાની નોટની જૂની સિરીઝ એપ્રિલ સુધીમાં ચલણમાંથી કરાશે દૂર... ક્લિક કરીને વાંચો વિગતો
January 22, 2021 08:27 PMvideo: જુઓ બગદાદમાં થયેલ સ્યૂસાઇડ બોમ્બ એટેક
January 22, 2021 08:01 PMહળવદ : ભાજપના અભિવાદન સમારોહમાં સામાજિક અંતરના ધજાગરા
January 22, 2021 07:19 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech