૧૫ હજાર પોલીસની ભરતી પહેલા પ્રમોશનની મોસમની શકયતા

  • November 07, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી સમયમાં પોલીસ ફોર્સમાં અંદાજે 15 હજારથી વધુ ભરતીઓ કરવાની પ્રક્રિયા શરૂ થાય એ પૂર્વે પ્રમોશનની જાહેરાત થાય એવી શક્યતા વધારે છે. દિવાળીના તહેવારો બાદ પ્રથમ વખત મળેલી કેબિનેટ બેઠક પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ અન્ય વરિષ્ઠ  પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં 33 જિલ્લ ામાં વધુ 36 સબ ડિવિઝન પોલીસ ઓફિસર ની પોસ્ટ ઊભી કરવા અંગે ચચર્િ થઇ હતી અને આ નવી પોસ્ટને મંજૂરી મળતાં જ ઇન્સ્પેક્ટર સ્તરના પોલીસ ઓફિસરને પ્રમોશનથી પોસ્ટીંગ આપવામાં આવે તેવી ચચર્િ આ બેઠકમાં થઇ હોવાનું જાણવા મળે છે.
મહાનગરોની સાથોસાથ જિલ્લ ાઓમાં પણ હવે વ્યાપક સ્તરે શહેરીકરણની સાથે ગુનાખોરી વકરી રહી છે. ત્યારે અલગ અલગ જિલ્લ ાઓમાં રાજ્યના જુદા જુદા ભાગો, દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો વ્યાપાર, ધંધા અને રોજગાર માટે આવતા હોય છે. અલગ અલગ પ્રકારની ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પણ આવા નવા વિકસિત વિસ્તારોમાં ગુનાખોરી કરતાં હોય છે. આવા સંજોગોમાં જિલ્લ ાઓમાં એસપીની સાથોસાથ ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવતી હોય છે. આ ડીવાયએસપી એટલે એસડીપીઓ તરીકે જિલ્લ ામાં ઓળખાય છે. કાલે મળેલી બેઠકમાં જિલ્લ ાઓમાં હવે વધતા જતા કામના ભારણને ધ્યાનમાં રાખીને નવી 36 એસડીપીઓ પોસ્ટ ઊભી કરવાની દિશામાં વિસ્તૃત ચચર્િ વિચારણા કરવામાં આવી હતી.
હાલ પ્રાથમિક ચચર્િ મુજબ આ પોસ્ટ માટે ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓને પ્રમોશન આપવાથી તે તત્કાળ ભરી શકાય એમ છે.હાલ ઇન્સ્પેક્ટર્સના પ્રમોશન માટે તૈયારીઓ ચાલી રહી છે એટલે એમના સ્થાને ખાલી પડનારી જગાઓમાં સબ ઇન્સ્પેક્ટર્સને પ્રમોશન આપવામાં આવી શકે છે. આગામી સમયમાં સરકાર આશરે પંદરેક હજાર અધિકારીઓની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવા જઇ રહી છે એમાં હથિયારધારી, વાયરલેસ, એમટી સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ જ રીતે ટેકનિકલ ઓપરેટર, હેડકોન્સ્ટેબલ, બિન હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફના સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ્સ, જેલ માટેના સ્ટાફનો સમાવેશ થાય છે. આ ભરતીઓ હાલ ચાલી રહેલી લગભગ એટલી જ ભરતીઓની પ્રક્રિયા પૂરી થયા બાદ શરૂ થશે. જેમાં ક્લેરિકલ સ્ટાફની ભરતીનો પણ સમાવેશ થાય છે. જેમાં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યા મળી કુલ-245 જગ્યા પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application