જામનગર પંથકમાં નવ વર્લીબાઝ પોલીસની ઝપટે ચડયા: રોકડ અને સાહિત્ય કબ્જે
અલગ અલગ વિસ્તારોમાં દરોડા
જામનગરના પવનચકકી, બેડી, જામજોધપુર, પડાણા, શાક માર્કેટ, લાલપુર, દરેડ મસીતીયા રોડ જેવા વિસ્તારોમાં વર્લી મટકાનો જુગાર રમતા નવ શખ્સોને રોકડ અને સાહિત્ય સાથે પોલીસે પકડી લીધા હતા.
જામનગરના પવનચકકી ઢાળીયા પાસે રહેતા નિરવ પ્રકાશ નંદાને આ વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ચિઠ્ઠી અને ૯૫૦ની રોકડ સાથે પકડી લીધો હતો, બેડીમાં રહેતા રમઝાન હનીફ ઝેડાને વર્લીનો જુગાર રમતા રોકડા ૮૩૦ અને ચિઠ્ઠી સાથે તેમજ જામજોધપુરના લીમડાચોકમાં રહેતા ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીને વર્લીનો જુગાર રમતા રૂ. ૧૦૦ અને કાપલી સાથે પાટણ ગામના શૈલેષ ઉકા પરમારને વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૧૦ અને કાપલી સાથે જયારે પડાણાના હરેશ ઉર્ફે કારો નારણ મકવાણાને વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૩૪૦ અને એક કાગળ સાથે પકડી લીધો હતો.
આ ઉપરાંત શાક માર્કેટ દેવુભાના ચોકમાં રહેતા પ્રફુલ ભીમજી સોઢાને વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૫૦ અને એક ચિઠ્ઠી સાથે તેમજ મહેશ્ર્વરીનગરમાં રહેતા જેઠા નારણ મકવાણાને મસીતીયા રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૫૬૦ અને વર્લીના સાહિત્ય સાથે તથા મસીતીયા રોડ પર રહેતા કિશાંગ રમેશ ભાણવડીયાને વિશાલ ચોક પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૪૮૦ અને સાહિત્ય સાથે પકડી લીધા હતા. તેમજ લાલપુરના ધરારનગરમાં રહેતા અનિલ ગોરા મકવાણાને બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૨૦ અને એક કાપલી સાથે પકડી લીધો હતો.