રાજકોટમાં રખડવા નીકળેલા લોકોને પોલીસે ઠમઠોર્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કાતીલ કોરોનાએ એક યુવાનને ઝપટે લઈ લીધા બાદ તંત્ર સાબદું બની ગયું છે ત્યારે ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ વધતાં જતાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોને ૨૫ માર્ચ સુધી ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્રનો આદેશ છતાં તેને નહીં ગણકારતાં અમુક તત્ત્વોને ઘરભેગા કરવા માટે પોલીસે ચોકે ચોકે જડબેસલાક ચેકિંગ શરૂ કરી દીધું છે. રવિવારે પોલીસે ખડેપગે રહીને કામગીરી કર્યા બાદ સોમવારે પણ ધોંસ યથાવત રાખી લોકોને જ‚ર વગર બહાર નહીં નીકળવા અપીલ કરી હતી. 


જો કે પોલીસની આ અપીલની કોઈ અસર ન દેખાતાં અંતે ખાખીએ અસલ રંગમાં આવી જઈ લોકોને માપમાં રહેતાં શીખવી દીધું હતું. પહેલાં તો પોલીસ લોકોને શાંતિપૂર્વક ઘરમાં જ રહેવા અપીલ કરી રહી હતી પરંતુ તે અપીલની કોઈ અસર ન દેખાતાં ત્રીજું નેત્ર ખોલવું પડયું છે.સોમવારે શહેરના મોટાભાગના ચોકમાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા અને રખડપટ્ટી કરવા નીકળેલા તત્ત્વોને ઉઠક-બેઠક કરાવી શાનમાં સમજી જવા તાકિદ કરી હતી. અમુક જગ્યાએ તો પોલીસે થોડો મેથીપાક પણ ચખાડયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ ઘરમાં રહેવાની અપીલ માનશે નહીં તો પછી ‘બહાર નીકળ્યા કે ખેર નથી’ની માફક કામ લેવું પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તેથી બહાર શું ચાલી રહ્યું છે તે જોવાની જગ્યાએ ઘરમાં જ રહેવું તેમના માટે હિતાવહ છે અને તંત્રને સહયોગ આપવાની તાતી જ‚રિયાત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS