રાજકોટમાં મતગણતરી કેન્દ્રોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 9 કલાકથી મતગણતરી કરાશે શરુ

  • February 23, 2021 08:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે 9 કલાકથી મનપાની ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી શરુ થનાર છે. તેની તૈયારીઓ પણ શરુ થઈ ચુકી છે. શહેરમાં માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ, પી.ડી. માલવિયા કોલેજ અને આનંદનગર મેઈન રોડ પર વાણિયાવાડી નજીક આવેલ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 
 

રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં 5,67,001 પુરુષ અને 5,26,970 મહિલા મતદારો મળી કુલ 10,93,991 મતદારોમાંથી 3,09,254 મહિલા અને 2,45,609 પુરુષ સહિત કુલ 5,54,863 મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો હતો. કુલ મતદાન 50.72 ટકા થયું છે તેમાં મહિલાઓનું 46.61 અને પુરુષોનું 54.54 ટકા રહ્યું હતું. 
 

આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહત્વપૂર્ણ છે કે 45માંથી 40 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે. મતદારો વધુ એક વખત ભાજપને સત્તાના સૂત્રો સોંપે છે કે કેમ ? તેનો જવાબ બપોર સુધીમાં મળી જશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS