વિશાલ શાહને પાંચ દિવસમાં હાજર થવા પોલીસનું ફરમાન

  • April 02, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી અને પેટ્રોલ પંપના સંચાલક સામે પત્નીની ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ
માંસ, મદિરા આરોગીને પત્ની સાથે મારકૂટ કરતો: છૂટાછેડા થયા બાદ સુધરી જવાનું નાટક કરી ફરી લગ્ન કયર્,િ પણ ત્રાસ યથાવત રહેતા પત્ની પિતાના ઘરે ચાલી ગઈ: સસરાના ઘરે જઈ વાહનોમાં તોડફોડ કરી ધમાલ મચાવી

 


માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વિશાલ શાહ સામે તેની પત્નીએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. વિશાલ માંસ, મદિરા આરોગીને મારકૂટ કરતો હતો, એક વખત છૂટાછેડા થયા બાદ ફરીથી લગ્ન કયર્િ હતા પરંતુ ત્યારબાદ પણ તેણે ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને સસરાના ઘરે જઇ પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી કાચની બારી તોડી નાંખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.આ મામલે પોલીસે ગુનો નોંધી વિવાદાસ્પદ વિશાલ શાહને પાંચ દિવસમાં પોલીસ સ્ટેશન હાજર થવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

 


આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પરના સૂપાર્શ્વ બંગલોમાં પિતાના ઘરે રહેતી તન્વી શાહ (ઉ.વ 38) દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ ઇસ્કોન મંદિર પાસે રહેતા વિશાલ મનોજ શાહનું નામ આપ્યું હતું. તન્વીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2005માં વિશાલ શાહ સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્રી ફ્રેયા (ઉ.વ.12)ની પ્રાપ્તિ થઇ હતી. લગ્નના કેટલાક મહિના બાદ પતિ વિશાલ દારૂ પીતો અને મટન આરોગતો અને ઘરમાં ઝઘડા કરતો હતો અને તેના પિતાને પણ મારકૂટ કરતો હતો. વિશાલ પત્ની તન્વીને પણ મારકૂટ કરવા લાગતાં તન્વીએ 2014માં મહિલા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

 


બાદમાં ઘરમેળે સમાધાન થઇ જતાં હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરાવી હતી, જોકે ત્યારબાદ પણ વિશાલનો ત્રાસ ચાલુ રહ્યો હતો, જેથી કંટાળીને તન્વીએ વર્ષ 2019માં પતિ વિશાલથી છૂટાછેડા લઇ લીધા હતા. બાદ વિશાલ પુત્રી ફ્રેયા સાથે ફોન પર વાત કરતો અને તન્વી સાથે પણ વાતચીત કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને ત્રાસ ન આપવાની અને દારૂ છોડી દેવાની ખાતરી આપી હતી, અને વિશાલે ફરીથી લગ્ન કરવાની તન્વીને ઓફર કરી હતી. માતાપિતા સાથે વાતચીત કયર્િ બાદ તન્વીએ વિશાલ સાથે ફરીથી વર્ષ 2020માં મોટાવડા ગ્રામપંચાયતમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ વિશાલે ફરી લખણ ઝળકાવાનું શરૂ કરી દીધું હતું. અને ફરી મારકૂટ કરતા કંટાળી છ મહિનાથી તન્વી પુત્રી સાથે પિતાના ઘરે જતી રહી હતી.

 


તા.19 માર્ચના તન્વી તેના માતાપિતા સાથે બહાર ગઇ હતી ત્યારે વિશાલ અન્ય એક શખસ સાથે તેના સસરાના ઘરે ધસી ગયો હતો અને પુત્રી ફ્રેયાના નામની બૂમો પાડી સસરાના મકાનની બારી પર ઇંટના ઘા કરી કાચ ફોડી નાખ્યા હતા અને પાર્કિંગમાં પડેલા બુલેટ, એક્ટિવા, સ્કૂટી અને સાઇકલ પછાડી તોડફોડ કરી હતી.જેથી આ ફરિયાદ કરવામાં આવી છે માલવિયા કોલેજના સ્થાપક માલવિયા પરિવારનો વિશાલ ભાણેજ થાય છે વિશાલ શાહ અગાઉ કોલેજમાં ટ્રસ્ટી પણ હતો, પરંતુ તે વિવાદમાં ફસાતા હાંકી કઢાયો હતો.ત્યારે તેની સામે પત્નીએ ફરિયાદ કરતા તે ફરી વિવાદમાં ફસાયો છે.
વાહનમાં અને ઘરમાં તોડફોડ અંગે અગાઉ થયેલી અરજી મામલે વિશાલ શાહની જે તે સમયે અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પત્ની પર ત્રાસ ગુજારવાના ગુનામાં પોલીસે તેને પાંચ દિવસમાં પોલીસ સ્ટેશને હાજર થવા નોટિસ ફટકારી છે. બનાવની વધુ તપાસ મહિલા પી.એસ.આઇ એ.જે. લાઠીયા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS