પ્રેસ અને મીડિયાના કર્મચારીઓને નહીં અટકાવવા પોલીસવડાનો આદેશ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસને કારણે ૨૧ દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતમાં પણ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન દરમિયાન પ્રેસ અને મીડિયાના કર્મીઓને કનડગત કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠતાં આ અંગે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ-મીડિયાના કર્મીઓને નહીં અટકાવવા આદેશ આપ્યો છે. બીજી બાજુ જો કોઈ કર્મીને ઉભા રાખવામાં આવે તો તેમની સાથે પોલીસ કર્મીએ વાણી અને વર્તન જાળવવા પણ કડક શબ્દોમાં તાકિદ કરી છે સાથોસાથ પ્રેસના વાહનો અને ડ્રાઈવરોને પણ લોકડાઉનમાંથી છૂટ આપવા હુકમ કરાયો છે. જો કે મીડિયાના દરેક કર્મીએ પોતાનું આઈકાર્ડ સાથે રાખવું જ‚રી છે. આ અંગે પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે લોકડાઉનના જાહેરનામામાંથી પ્રેસ મીડિયાને આવશ્યક સેવા તરીકે ચાલું રાખવામાં આવી છે તેથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને છૂટ આપવામાં આવશે. આ પરિપત્રને રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જના વડાઓ તેમજ તમામ પોલીસ અધિક્ષકોને મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મીડિયા સાથે સંકળાયેલા લોકોને રોકીને તેમની સાથે પોલીસ કર્મીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠયા બાદ રાજ્ય પોલીસ વડાએ તેમાં દરમિયાનગીરી કરવી પડી છે.તેમણે ભારતપૂર્વક જણાવ્યું હતું કે મીડિયા સાથે સંકળાયેલા લોકોને ફરજ પર જવા-આવવા માટે સંબંધિત પ્રેસ-મીડિયા કંપની દ્વારા ભાડશ પર લીધેલા વાહનો આપવામાં આવેલ છે. આવા વાહનો અથવા તેના ડ્રાઈવરો પાસે જો આ સંદર્ભના યોગ્ય પૂરાવા હોય તો તે વાહનો અને તેના ડ્રાઈવરને પણ મુક્તિ આપવાની રહેશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS