સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં મુંબઈની બાંદ્રા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. રોજ-બ-રોજ આ ઘટનાને લઇને લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથોસાથ તપાસ પણ કરવામાં આવી રહી છે. હવે પોલીસે સુશાંતના ઘરની તપાસ આદરી હતી અને તેમાં પોલીસને એક ફિલ્મની સ્ક્રિપ્ટ મળી હતી.
બાંદ્રા પોલીસને સુશાંતસિંહ રાજપૂતના ઘરેથી જીનીયસ એન્ડ ડ્રોપઆઉટ નામની એક્સ ક્લિપ મળી આવી હતી. જેને ડ્રિમ 150 તરીકે ઓળખવામાં આવી રહી છે પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંત જાન્યુઆરીથી પોતાના આ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવાના હતા.
બુધવારે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોલીસને જણાવ્યું હતું કે અભિનેતા સાથે તેમની ખૂબ જ સારી મિત્રતા હતી. મુકેશ છાબરા નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ દીલ બેચારામા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં ચમકવા જી રહ્યા હતા.
તેમની ફિલ્મમાં સુશાંત સિવાય સેફ અલી ખાન અને સંજના સાંધી પણ છે. આ ફિલ્મ આ વર્ષે 8મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી હતી. પરંતુ લોકડાઉનના કારણે તેની આ ફિલ્મને રિલીઝ પાછી ઠેલાઈ હતી. એવામાં એવી ખબર પણ પ્રાપ્ત થઈ છે કે મેકર્સ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવાની યોજના કરી રહ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે 14 જૂનના રોજ ફાંસી લગાવી અને આત્મહત્યા કરી હતી, આ ખબર બહાર આવ્યા બાદ આ બાબતને લોકો સત્ય માની રહ્યા ન હતા, પરંતુ આ ખબરની પુષ્ટિ થતાં જ તેના ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ શોકમાં ડૂબી ગયા હતા, સુશાંતની મોતના શોકમાંથી લોકો હજુ પણ બહાર આવી શક્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech