BREAKING NEWS

જામનગર: બેટ દ્વારકાથી નીકળેલી રેલીમાં ઘર્ષણ થતા પોલીસનું હવામાં ફાયરીંગ

  • May 08, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બેટ દ્વારકાથી નીકળેલી રેલીમાં ઘર્ષણ થતા પોલીસનું હવામાં ફાયરીંગ
​​​​​​​

રેલીમાં કોઇ કારણસર જમાદાર સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો

દેવભુમીમાં બેટ દ્વારકાની નીકળેલી એક સામાજીક રેલી રૂપેણ બંદર નજીક પહોચી હતી ત્યારે એક યુવાનને પોલીસ જમાદાર સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો દરમ્યાન ટોળાને વિખેરવા પોલીસ દ્વારા બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવ્યુ હતું, જો કે સ્થાનીક આગેવાનો અને પોલીસની ત્વરીત સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો, દરમ્યાન શાંતી જાળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બેટ દ્વારકાથી ગઇકાલે બપોર બાદ એક સામાજીક રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, દરમ્યાન આ રેલી રૂ​​​​​​​પેણ બંદર નજીક પહોચતા ત્યાં કોઇ કારણસર અવ્યવસ્થા સર્જાઇ હતી અને મામલો ઉગ્ર બનતા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી, જો કે સામાજીક આગેવાનોએ મઘ્યસ્થી કરતા મામલો થાળે પડયો હતો. પરિસ્થીતી સંભાળી લેવામાં આવી હતી. 

એવુ પણ જાણવા મળ્યુ છે કે રેલી દરમ્યાન એક યુવાનને જમાદાર સાથે ઘર્ષણ થયા બાદ પીએસઆઇ સમજાવટ કરવા ગયા હતા પરંતુ ઘર્ષણ વધતા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને પરિસ્થીતી વધુ વણશે નહી તે માટે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર શહેરમાં સ્થીતી નિયંત્રણ હેઠળ છે, શાંતીનો માહોલ જોવા મળી રહયો છે, બીજી બાજુ વધુ શાંતી જાળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application