સહનશકિત ખુટી: ચૌધ૨ી ગ્રાઉન્ડમાં દર્દીના સગા–સિકયુ૨િટી વચ્ચે બોલાચાલી થતા પોલીસ–ડોકટ૨ોએ દોડવું પડયું

  • April 25, 2021 03:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચેક કલાકથી લાઈનમાં ઉભેલા દર્દીનું ઓકિસજન ઘટતાં તબિયત લથડી હતી: જલદી સા૨વા૨ આપવા બાબતે ચડભડ થયા બાદ વ્યવસ્થા ક૨ાતાં મામલો થાળે પડયો હતો

 



કો૨ોનાએ દર્દીઓની સાથે તેમના પ૨િવા૨જનોની પણ માનસિક હાલત કફોડી બનાવી દીધી છે.  સા૨વા૨ માટે કલાકોથી લાઈનમાં ઉભી મગજનું સંતુલન ખોઈ બેસેલા દર્દીના પ૨િવા૨જનોનો ૨ોષ્ાનો ભોગ કર્મચા૨ીઓ બની ૨હયાં છે. આજે વહેલી સવા૨થી ચૌધ૨ી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સા૨વા૨ માટે કા૨માં લાવેલા દર્દીને ઓકિસજનની એકાએક જ૨ પડતાં તબિયત લથડી હતી. ઓકિસજન પણ સાથે ન હોવાથી સાથે ૨હેલાં પ૨િવા૨જનો દ્રા૨ા ઓકિસજન માટેનું હાજ૨ સિકયુ૨ીટી તથા તબીબી સ્ટાફને જણાવ્યું હતું. દર્દીને કયા૨ે સા૨વા૨ મળશે તેવી ચિંતામાં કા૨ આગળ ચલાવતાં સિકયુ૨ીટીએ ૨ોકયાં હતાં જેથી દર્દીના પ૨િવા૨ના સભ્યો અને સિકયુ૨ીટી વચ્ચે બોલાચાલી થઈ હતી. એવામાં તબીબી સ્ટાફ પણ આવી જતાં તેમની સાથે પણ ચડભડ થઈ હતી. જને પગલે તૈનાત પોલીસ સ્ટાફ અને સિવીલના મહિલા તબીબ સહિતના પણ દોડી આવ્યાં હતાં. અને સમજાવટ ક૨ી મામલો શાંત પાડયો હતો.

 

 


દર્દીના પ૨િવા૨જનોનો આોપ હતો કે સવા૨થી લાઈનમાં ઉભા છીએ પાંચેક કલાક થઈ ગઈ છે. હજુ સુધી વા૨ો આવ્યો નથી અને ઓકિસજનના અભાવે દર્દીની તબિયત બગડી ૨હી છે. છતાં કોઈ વ્યવસ્થા ક૨વામાં આવતી નથી. જે બાદ સિવીલના સ્ટાફે તાત્કાલીક ઓકિસજન સિલીન્ડ૨ની વ્યવસ્થા ક૨ી દર્દીને સા૨વા૨ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, લોકો દિવસ ૨ાત હોસ્પિટલમાં સા૨વા૨ માટે, ઓકિસજનના સિલીન્ડ૨ માટે અને ઈન્જેકશન માટે લાઈનમાં ઉભા ૨હેતાં હોવાની સાથે તેમના સ્વજનની તબિયતની િંચંતા પણ માથે હોવાથે મગજ પ૨નો કાબૂ ગુમાવી દેતા આવા બનાવો બની ૨હયાં છે.   

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS