રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લેભાગુ તત્વો ઉપર રોક લગાવવા પોલીસ તૈનાત

  • April 22, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે પીઆઈ, ત્રણ પીએસઆઈ અને 50 પોલીસ સાથે એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો: દર્દીના સગા સાથે બનેલા છેતરપિંડીના બનાવને ધ્યાને લઈ પોલીસ કમિશનરે તાત્કાલીક બંદોબસ્ત ગોઠવ્યો: કોઈ ગઠિયાઓ પૈસા માગે તો તાત્કાલીક પોલીસને જાણ કરવા અપીલ

 


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ રાજકોટ શહેર અને બહારગામથી કોરોનાની સારવાર માટે દરરોજ અનેક દર્દીઓ આવી રહ્યા છે ત્યારે આવા દર્દીઓ અને તેમના સગા સાથે મજબૂરીનો લાભ લઈને કેટલાક લેભાગુતત્વો પિયા પડાવી રહ્યા છે. ઈન્જેકશન આપવાના બહાને કે હોસ્પિટલમાં તાત્કાલીક બેડ અપાવવાના નામે પિયા પડાવવામાં આવ્યા હોવાના બે બનાવો બન્યા છે ત્યારે આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દર્દી કે તેના સગા આવા લેભાગુતત્વોનો ભોગ ન બને તે માટે તાત્કાલીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેમજ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે બે પીઆઈ, ત્રણ પીએસઆઈ તથા 50 પોલીસ અને એસઆરપીનો તાત્કાલીક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલીસ અધિકારીઓએ કોઈ લેભાગુતત્વો યેનકેન પ્રકારે દર્દી કે તેમના સગા પાસે પિયા માગે તો તાત્કાલીક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા પાસે પિયા પડાવવાના બે બનાવો બન્યા હતા જેમાં એક બનાવમાં ભાજપ્ના કાર્યકર અને તેના સાગરીતે દર્દીને ઈન્જેકશન આપવાના નામે 45 હજાર પડાવવાનો કારસો રચ્યો હતો તેમજ ગઈકાલે સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટર એમ.જે. સોલંકીના બે કર્મચારીઓ જગદીશ સોલંકી અને હિતેષ મહિડાએ હોસ્પિટલમાં તાત્કાલીક બેડ અપાવવાના નામે 9 હજાર પિયા માગ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 

 

સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડતી હોય અને દરરોજ 100થી વધુ એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગતી હોય ત્યારે આવી વિકટ સ્થિતિમાં પણ માનવતા નેવે મુકીને કેટલાક લેભાગુતત્વો પૈસાની લ્હાયમાં દર્દીના સગાને લાલચ આપીને પૈસા પડાવવા માટે તાત્કાલીક સારવાર કે ઈન્જેકશનના બહાને ભોળવીને જાળમાં ફસાવે છે અને પરિસ્થિતિને આધીન થઈને દર્દીના સગા આવા લેભાગુતત્વોનો શિકાર બને છે ત્યારે આવા બનેલા બે બનાવોને ધ્યાને લઈ તંત્રએ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ભવિષ્યમાં આવા કોઈ તત્વો જો ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ કરતાં ઝડપાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS