ચા-પાનની દુકાનોએ પોલીસની ધોસ:સંખ્યાબંધ દુકાનો સીલ

  • April 20, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કાર્યવાહી:દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય પોલીસે ગુના નોંધ્યા:નવાગામ પાસે ચા-પાનની દુકાને જાહેરમાં ટોળે માસ્ક વગર ઉભેલા ગ્રાહકોને માસ્કના મેમાં

 


શહેરમાં કોરોનાના કેસ બેકાબૂ બનતા સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અમલવારી કરાવવા હવે પોલીસે આક્રમક વલણ અપ્નાવ્યું છે. શહેર પોલીસ દ્વારા ખાસ કરીને શહેરમાં ચા-પાનની દુકાનોએ જ્યાં મોટી સંખ્યામાં ભીડ થતી હોય તેની સામે કડકાઈથી કામગીરી કરી દુકાનો સીલ કરવામાં આવી છે. તેમજ જાહેરમાં માસ્ક પહેયર્િ વગર ધૂમ્રપાન કરનારા ગ્રાહકો સામે પણ પોલીસે કેસ કરી કડક તાકીદ કરી છે

 


શહેરના કુવાડવા પોલીસ મથકના પી.આઈ એન.એન. ચુડાસમાની રાહબરી હેઠળ એ.એસ. આઈ હીતેન્દ્રસિંહ ઝાલા તથા સ્ટાફે નવાગામ આણંદપર મેઇન રોડ પર બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાને તથા પાન ફાકીની દુકાને જાહેરમાં ચા પીતા અને ધૂમ્રપાન કરતા શખ્સોને માસ્ક અંગેના મેમો આપી કડક તાકીદ કરી હતી. પોલીસે અહીં વિના સલીયા, શૈલેષ મુંધવા, પરેશ તોમર, અકબર શેખ, જયદીપ યાદવ ,ગોપાલ ગમારા સહિત બાર શખસો સામે માધ્યમો ની કાર્યવાહી કરી હતી.

 


એ.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ સી.જી.જોશીની રાહબરીમાં પોલીસ સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેયર્િ વગર દુકાન ચાલુ રાખવા અંગે ડેનિમ વર્લ્ડ (લાખાજીરાજ રોડ), ક્રિષ્ના પાન (કનક રોડ), ખેતલ આપા (ત્રિકોણ બાગ પાસે ) અને રાજ મંદિર (પેલેસ રોડ )ને સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે.

 


આજીડેમ પોલીસ મથકના પી.આઇ વી.જે. ચાવડા તથા ટીમે મહીકા મેઈન રોડ પર માંડા ડુંગર માનસરોવર પાસે આવેલી ચામુંડા પાન એન્ડ ટી સ્ટોલ તથા મ ડુંગર મેન રોડ પર બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ નામની દુકાન માં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય અને માસ્ક પહેયર્િ વગર દુકાનદાર ધંધો કરતા હોય આ બંને દુકાનો સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ જે.ડી.ઝાલા તથા ટીમે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ભવાની બેકરી ભારત બેકરી આશા ટેલિકોમ શાહ મદાર પ્રોવિઝન સ્ટોર સહિતની દુકાનો સીલ કરવામાં આવી છે તેમજ દુકાનદારો સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેના કેસ કરવામાં આવ્યા છે.

 

 

રાત્રી કરફ્રયુ ભંગના 122 સહિત જાહેરનામા ભંગના વધુ 176 કેસ
શહેર પોલીસ દ્વારા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે રવિવારે રાત્રિના શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ ના વધુ 122 કેસ કયર્િ છે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ રિક્ષામાં વધુ સવારીમાં મુસાફરી કરવી કોરોન્ટાઇન નિયમોનું પાલન ન કરવું સહિત કુલ 176 કેસ કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS