BREAKING NEWS

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બેફામ રીતે ટ્રક ચલાવી એનક વાહનોને હડફેટેમાં લેનાર ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • May 19, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બેફામ રીતે ટ્રક ચલાવી અનેક વાહનોને હડફેટમાં લેનાર ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ


બ્રેઝા કાર સહિત કુલ પાંચ વાહનોને હડફેટે લીધા; ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બની; પોલીસ દ્વારા ટ્રકચાલકની અટકાયત કરી ટ્રક કબજે કરાયો


જામનગરના ઠેબા ચોકડી વિસ્તારમાં ગત રવિવારે મોડીરાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક બેફામ આઇસર ટ્રકે બ્રેઝા કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેમજ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક કબજે કરી તેના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


ફરિયાદી કેતનભાઈ શામજીભાઈ કટારીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવારજનો અને સગાસંબંધીઓ સાથે ફિલ્મ જોઈ પરત ફરી રહ્યા હતા. ગત તા. ૧૭ મેની મધરાત્રી બાદ તેઓ પોતાની સુઝુકી બ્રેઝા કાર નંબર જી.જે.-૧૦-ડી.આર.-૬૭૩૩ લઈને જે.સી.આર. ઠેબા ચોકડી પાસેથી લાલપુર ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન યુ-ટર્ન લેવા માટે કાર ધીમી કરી સાઇડ ઈન્ડિકેટર ચાલુ રાખ્યું હતું.


આ દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલા આઇસર ટ્રક નંબર જી.જે.-૦૩-બી.વાય.-૬૯૯૯ના ચાલકે ગફલતભરી અને બેફામ રીતે ટ્રક હંકારી બ્રેઝા કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર દૂર સુધી ઢસડાઈ ગઈ હતી.


અકસ્માત બાદ ટ્રકચાલકનો કાબૂ ગુમાતા ટ્રક આગળ જઈ પેટ્રોલપંપ પાસે રોડ સાઇડમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોમાં ઘૂસી ગયો હતો. જેમાં ક્રેટા કાર નંબર જી.જે.-૧૦-ઈ.એચ.-૯૨૯૧, સ્પ્લેન્ડર બાઈક નંબર જી.જે.-૧૦-બી.કે.-૯૨૯૩, એસ.પી. સાઇન બાઈક નંબર જી.જે.-૧૦-ડી.એસ.-૧૬૭૩ તથા ઓમની વાન નંબર જી.જે.-૧૮-એ.એમ.-૦૯૫૨ને નુકસાન પહોંચ્યું હતું.


અકસ્માતમાં ફરિયાદી તથા તેમના પરિવારજનોને છાલછોલ અને મુઢ ઈજાઓ પહોંચી હતી, જ્યારે કંચનબેન નામની ૪૧ વર્ષ ની એક મહિલાને વાંસાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


બનાવ બાદ સ્થાનિક લોકો દોડી આવી ટ્રકચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application