અગ્નિકાંડમાં સજ્જડ પુરાવા એકત્ર કરતી પોલીસ: હોસ્પિટલના ડિરેક્ટર સહિતના નિવેદનો લેવાયા

  • December 04, 2020 10:36 AM 141 views

રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યાની ઘટનામાં ગોકુલ લાઈફ કેર પ્રા.લી.ના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ મોઢા અને ડો. તેજશ કરમટા,ડો તેજસ મોતીસર અને ડો.દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ બાદ તમામ જમીન મુક્ત થયા હતા બીજી તરફઆ ઘટના ની તપાસ તાલુકા પોલીસ ચલાવતી હોય માલવિયાનગર પોલીસે આ પ્રકરણમાં સાક્ષીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે તેમજ દર્દીના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ ઘટનામાં નગર પોલીસ મથકના પીઆઈ ભુકણ ફરિયાદી બન્યા હોય જેમાં તાલુકા પોલીસ તપાસ કરી રહી છે.ઘટના બાદ તુરંત જ પોલીસ એક્શનમાં આવી હતી અને પાંચ તબીબો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ અને ડો.તેજસ કરમટા, ડો તેજસ મોતીસર અને ડો દિગ્વિજય સિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી તમામના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જામીન મુક્ત કયર્િ હતા ત્યારે આગની ઘટનામાં હવે પોલીસ પુરાવા એકત્ર કરવા માટે તપાસ કરી રહી છે.


ગોકુલ લાઈફકેર પ્રા.લિ.માં હજુ બે ડાયરેક્ટરોની ભૂમિકાની પોલીસ તપાસ કરી રહી છે. જેમાંથી એક ડાયરેક્ટરનું નિવેદન નોંધાઈ ગયું છે. બીજાનું હજુ બાકી છે તેમ પોલીસે જણાવ્યું હતું.ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 37 જણાનો સ્ટાફ ફરજ બજાવતો હતો. જેમાંથી મોટાભાગના સ્ટાફના નિવેદનો અગાઉ માલવિયાનગર પોલીસે અકસ્માતે મોતના નામે નોંધી લીધા છે. આમ છતાં અમુક સ્ટાફના હાલ તાલુકા પોલીસ વિશેષ નિવેદનો નોંધી રહી છે. મૃત્યુ પામેલા પાંચ દર્દીમાંથી ચારના પરિવારજનોના પણ નિવેદનો માલવિયાનગર પોલીસ લઈ ચૂકી છે. એક દર્દીના પરિવારજનોના નિવેદનો બાકી હોવાથી તે લેવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નિષ્ણાંતોએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે. પરંતુ આ શોર્ટ સર્કિટ ખરેખર કઈ જગ્યાએથી થયું, તેનો ડિટેઈલ્ડ રિપોર્ટ હજુ આવ્યો નથી. આ ઘટનામાં ચાર્જશીટ પૂર્વે સજ્જડ પુરાવા મળે તે માટે તાલુકા પોલીસ કાર્યવાહી કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application