ખંભાળિયામાં ચાઈનીઝ દોરાના વેચાણ અંગે પોલીસનું ચેકિંગ એક શખ્સ સામે કાર્યવાહી : ૨૦ ફીરકી કબ્જે

  • January 07, 2023 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા તથા આ અંગેના જાહેરનામાની અમલવારી કરવાના હેતુથી ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

આ અંતર્ગત ખંભાળિયા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે શુક્રવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને પતંગ તથા ફિરકીનું વેચાણ કરતી દુકાનમાં ચેકિંગ કરાયું હતું. જે અંતર્ગત અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં વાણીયાવાડીની બાજુમાં રહેતા ભગીરથસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ. ૨૩) પાસેથી રૂ. ચાર હજારની કિંમતની ચાઈનીઝ દોરીની ૨૦ રિલ (ફિરકી) કબ્જે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

જે વિક્રેતાઓ પાસેથી મનુષ્ય તથા પક્ષીઓ માટે પ્રાણઘાતક એવા ચાઈનીઝ દોરા કે તુક્કલ મળી આવશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્રની એક યાદીમાં જણાવાયું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application