કોમ્બિંગ નાઇટમાં પોલીસે ૧૪૨ પરપ્રાંતીઓને ચેક કરી, જાહેરનામા ભંગના ૩૨ ગુના નોંધ્યા

  • August 07, 2023 03:22 PM 


શ્રાવણ માસ અને જન્માષ્ટ્રમીના તહેવારને લઇ પોલીસનું કડક ચેકિંગ: ૪૪ હોટલ–ધાબા પણ તપાસ કરી


આગામી દિવસોમાં જન્માષ્ટ્રમીના તહેવારને ધ્યાને લઇ શહેર પોલીસ દ્રારા કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૪૨ પરપ્રાંતીયનો ચેક કરવામાં આવ્યા હતાં.જેમાં જરી આધાર પુરાવા વગર રહેતા ૩૨ સામે જાહેરનામા ભગં અંગેના કેસ પણ કરવામાં આવ્યા હતાં.આ ઉપરાંત ધાબા–હોટલમાં પણ ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાના પગલે આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટ્રીનો તહેવાર આવનાર હોય તેની ઉજવણી શહેરીજનો શાંતિથી કરી શકે અને કોઇ અસામાજિક તત્વો શહેરની સલામતી અને શાંતિ જાખમાઇ તેવી પ્રવૃત્તિ ન કરે તે માટે કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં શહેરના એ.ડિવિઝન, બી.ડિવિઝન, ભકિતનગર, માલવીયાનગર, ગાંધીગ્રામ–૨ સહિતના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુરો અને અસામાજિક તત્વોને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કરવા માટે ક્રાઇમ બ્રાંચ,એસઓજી,એલસીબી ઝોન–૧,એલસીબી ઝોન–૨ તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ નાઇટ દરમિયાન શહેરમાં બહારના રાજયોમાંથી આવી અહીં વસવાટ કરતા ૧૪૨ પરપ્રાતીય શ્રમિકોને ચેક કરવામાં આવ્યા હતાં.તેમજ ૩૩ વ્યકિતઓના એ–રોલ તથા બી–રોલ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.અને જાહેરનામા ભંગના ૩૨ ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.આ ઉપરાંત શહેરમાં આવેલા ૪૪ હોટલ–ધાબામાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.



બી–ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામા ભંગના ૮ કેસ
બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.બારોટ,કુવાડવા રોડ પીઆઇ જે.આર.દેસાઇની રાહબરીમાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશન,કુવાડવા રોડ અને પેરોલ ફર્લેા સ્કોવર્ડના સ્ટાફ દ્રારા અલગ અલગ ટીમો બનાવી ભગવતીપરા,સુખસાગર સોસાયટી,વંદે માતરમ સોસાયટી,અયોધ્યા સોસાયટી,પેડક રોડ,ચંપકનગર વિસ્તારમાં નાઇટસ કોમ્બીંગ કરી જાહેરનામા ભંગના આઠ કેસ કર્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application