મધાપરમાંથી 90 હજારના દારૂ સાથે પોલીસ પુત્ર પકડાયો

  • October 28, 2020 02:04 AM 708 views

માધાપરમાં એલસીબીએ મંગળવારે પરોઢે બાબતીના આધારે ભુજના નામચીન બુટલેગર એવા પોલીસ પુત્રને 90 હજારના દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારૂની બોટલો આપનાર અંજારના શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે મુદામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભુજની જુની રાવલવાડીમાં રહેતા પોલીસ પુત્ર ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલાને કારમાં 240 વિદેશી શરાબની બોટલનો જથ્થો લઇ જતાં વર્ધમાનનગરથી માધાપર અંદરના રસ્તા પરથી દબોચી લીધો હતો.

 

તેના કબજામાંથી 90 હજારની કિંમતના દારૂ અને એક લાખની કાર તેમજ પાંચ હજારનો મોબાઇલ સહિતનો મુદામાલ કબજે કરી આરોપીની પુછતાછ કરતાં આ દારૂનો જથ્થો અંજારના એકતાનગરના શેખ ફળિયામાં રહેતા જાફરશા મામદશા શેેખ પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં આરોપી પોલીસ પુત્રને મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી બન્ને આરોપી વિરૂધ ગુનો નોંધાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application