લોકોની જિંદગી બચાવવા પોલીસ ખડેપગે: પ્રદીપસિંહ

  • May 08, 2021 01:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં કોરોનાના નિયંત્રણ માટે રાય સરકારે લાદેલા નિયંત્રણોની કામગરી કડક હાથે કરવા વીડિયો કોન્ફરન્સ દ્રારા સમીક્ષા બેઠક યોજાઈ

 


ગાંધીનગર ખાતે કોરોના નિયંત્રણ માટે રાય સરકારે લગાવેલા નિયંત્રણોની કામગીરી અંગેની સમીક્ષા બેઠક ગૃહ રાયમંત્રી પ્રદિપસિંહ જાડાજાના અધ્યક્ષ સ્થાને મળી હતી.
ગૃહ રાયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાયમાં કોરોનાનું સંક્રમણ અટકે અને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી અવિરતપણે પ્રજાની પડખે ઉભી રહી છે. આ સમયગાળા દરમિયાન રાયના પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ પોતાના જીવની પરવાહ કર્યા સિવાય જીવના જોખમે અવિરતપણે સેવાઓ આપી છે. જેના પરિણામે સમાજ જીવનમાં પોલીસની છબી સાચા પોલીસ મિત્ર તરીકે ઉભરી આવી છે.

 

 


વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્રારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને રાયના પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે તમામ રેન્જ આઈજીપી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને સેનાપતિઓ આ વીડિયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હતા. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાયના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

 

 


પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારું ગુજરાત કોરોના મુકત ગુજરાત અભિયાન શરૂ કરી એ માટે અલગ અલગ વિભાગને આ માટે પ્રયત્નશીલ થવા માર્ગદર્શન પુરૂ પાડયું છે ત્યારે કોરોનાની આ મહામારીમાં સંક્રમણની સાંકળ તૂટે તે હેતુસર લગાવવામાં આવેલા નાઈટ કરફયુ સહિતના પ્રતિબંધોની કડક અમલવારી, ટ્રાફિક મેનેજમેન્ટ, માસ્ક ચેકિંગ, ચેકપોસ્ટ પર ચેકિંગ સહિતની કામગીરી માટે એક લાખથી વધુ પોલીસ અધિકારી–કર્મચારીઓનું દળ રાયભરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. જેમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ એસઆરપીએફ કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯.૪૪૪ જીઆરડી જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રાયમાં નાઈટ કરફયુ સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે.

 

 


તેમણે ઉમેર્યુ કે, કોરોનાનું સંક્રમણ વધવા પાછળ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઝિંગની મુખ્ય ત્રણ કોવિડ પ્રોટોકોલ મામલે રાખવામાં આવતી બેદરકારી જવાબદાર હોવાનું નિષ્ણાત તબીબોનું માનવું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવનાર તથા માસ્ક ન પહેરનારા નાગરિકો સામે કડખ કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ કેળવવા રાયની પોલીસ કોરોનાકાળમાં સવિશેષ કામગીરી કરી છે. પોલીસે માસ્ક ન પહેરનાર સામે ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 


રેમડેસિવિર ઈન્જેકશનની સંગ્રહખોરી અને કાળાબજારી ઉપરાંત નકલી ઈન્જેકશન બનાવવાની વિકૃત માનસિકતા ધરાવતા મોતના સોદાગર સામે પણ અમે કડક હાથે કામગીરી કરી રહ્યા છીએ. જેના ભાગરૂપે રાયભરમાં અત્યારસુધીમાં આવા ૩૨ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. પોલીસે રૂા.૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫.૯૩૩ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો જ કરી કડક કામગીરી હાથ ધરી છે. નાગરિકોના જીવ સાથે રમત કરી નકલી ઈન્જેકશનો ઉત્પાદન કરનાર તથા સંગ્રહખોરી કરનારા આવા તત્વો સામે મનુષ્ય વધ સહિતના કડકામં કડક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

 

 


ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમિત થયેલા વિસ્તાર એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોની અવરજવર પર સખત નિયંત્રણ માટે પોલીસ ઉપરાંત એસઆરપી, હોમગાર્ડ અને જીઆરડી જવાનોને ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં આ વિસ્તારમાં ડીવાયએસપી, એસપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓને સઘન ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે  ઉપરાંત અન્ય રાયોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત ચેક કરવા માટે ૫૦ ઈન્યર સ્ટેટ ચેકપોસ્ટ અમે ઉભી કરી છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ આ પ્રકારની ચેકપોસ્ટ થકી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આરટીપીસીઆલ ટેસ્ટ ચેક કરવામાં આવી રહ્યા છે.

 

 


તેમણે ઉમેર્યુ કે, સંક્રમિત દર્દીઓને ઓકિસજનનો જથ્થો સત્વરે મળી રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, ફડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા મ્યુનિસિપલ ઓથોરિટી સહિતના અધિકારીઓ સાથે પોલીસ વિભાગ સંકલનમાં રહી કામગીરી બજાવી રહી છે. દર્દીઓને અપાતી ઓકિસજનની સુવિધા માટે પણ આકસ્મિત સંજોગોમાં ગુજરાત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને ટૂંકા સમયમાં હોસ્પિટલ સુધી ઓકિસજન પહોંચાડવા માટે કામગીરી કરી છે. એટલું જ નહીં કોરોનાકાળમાં અફવા ફેલાવનારા વ્યકિતઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, કોરોનાના આ કપરાકાળમાં ફ્રન્ટ લાઈનર એવા પોલીસ વિભાગના અધિકારીઓ–કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી–કર્મચારી અને એસઆરપી જવાનો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી હાલ ૩,૧૪૪ એકિટવ કેસ છે. જેમાં ૮૮ હોસ્પિટલાઈઝ છે. એ માટે જ વેકિસનેશન પર વધુ ભાર મુકી પોલીસના ૧,૬૫,૭૧૧ જવાનોને પ્રથમ ડોઝ અને ૧,૪૭,૯૦૪ જવાનોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. રાયના ૮૬ ટકાથી વધુ પોલીસ કર્મીઓએ રસી લીધી છે. તે સાથે જ ભારતભરમાં ગુજરાત પોલીસ રસીકરણના મામલે પ્રથમ ક્રમે છે.

 

 

રાજ્યમાં પુરતા પ્રમાણમાં ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ છે. રાયમાં ઓકિસજન સાથેના આઈસીયુ બેડની સુવિધા ૧૫ માર્ચના રોજ ૧૬,૦૪૫ હતી જે આજે ૫૪.૫૭૯ આઈસીયુ બેડ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રાયમાં એપ્રિલ માસમાં જ રેમડિસિવિર ઈન્જેકશનનો ૬ લાખથી વધુ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જેથી કોઈ દર્દીને સારવારમાં કોઈ કચાસ ન રહે. આ મહામારીની સામે પોલીસ એક ઢાલ બનીને કર્મનિ યોધ્ધા સમાન ઉમદા માનવીય કામગીરી કરી છે. કોરોના સામેની લડાઈમાં ડોકટર અને મેડિકલ સ્ટાફ પછી સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા કોઈની રહી હોય તો તે પોલીસની છે. પોલીસના દરેક જવાન, દરેક અધિકારીએ પોતાની તમામ તાકાત લગાડીને લોકોની ખરા અર્થમાં સેવા કરવામાં કોઈ કચાશ નથી છોડી.

 

 


ગૃહ રાય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાત્રી કરફયુના અમલની બાબત હોય કે કોવિડ સેન્ટર અને કન્ટેઈમેન્ટ ઝોન હોય કે બંદોબસ્ત હોય, કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમના પાલનની વાત હોય આવી તમામ ફરજોમાં માનવતાની સુવાસ પ્રસરાવી છે. લોકડાઉન વખતે શ્રમિકોને વતન પહોંચાડવા માટે માનવીય અભિગમથી મદદ કરી, સિનિયર સિટીઝનની મદદ કરી, ભોજન, રાશન, કિટનું વિતરણ કયુ. આવી જ રીતે આજે પણ પોલીસ દ્રારા નાગરિકોને કોવિડથી બચવા માર્ગદર્શન આપવાથી માંડીને કોવિડને કારણે સ્ટ્રેસમાં રહેતા લોકોના કાઉન્સેલિંગથી લઈને પોલીસ જવાનો દ્રારા પ્લાઝમાં ડોનેશન સહિતની બેસ્ટ પ્રેકિટસિસના માધ્યમથી પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્ર બની છે.

 

 


બેઠકના પ્રારંભે કોરોનાથી સંક્રમિત થયા બાદ જીવ ગુમાવનાર ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી–કર્મચારીઓના દુ:ખદ નિધન સંદર્ભે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS