જામનગરના સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં પોલીસ ની સતર્કતા: ફૂટ પેટ્રોલિંગ યથાવત: કાયદો તોડનારાઓની ખેર નથી- જામનગર પોલીસ
જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે.
જામનગર શહેરમાં શાંતિ અને સલામતી ના વાતાવરણમાં કોઇ ખલેલ "ન" પહોંચે તે હેતુ થી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી ગત મોડી રાત્રે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ એમ.એન.રાઠોડ સહિત પોલીસ કાફલા દ્વારા પટણીવાડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ મથકનો મોટો કાફલો તહેનાત બન્યો હતો.પટણીવાડ ગીચ વિસ્તારોમાં પોલીસે ગલીએ-ગલીએ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું, અને લૂખ્ખા આવારાતત્વ ને વોર્નિંગ પણ આપી હતી.
ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાને રોકવાની અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાની પોલીસ વિભાગની મહત્વની કામગીરી છે.